તારા દિકરા શ્યામને કહેજે કે, એફઆઈઆર પાછી ખેંચી લે નહિતર જાનથી મારી નાખીશ
હરિહરનગર સોસાયટીમાં રહેતાં ગાર્મેન્ટના વેપારીમાં પિતાને તારા દિકરા શ્યામને કહેજે કે, એફઆઈઆર પાછી ખેંચી લે નહિતર જાનથી મારી નાખીશ કહીં અજાણ્યાં બાઈક ચાલકે ધમકી આપતાં યુની.પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર હરિહરનગર સોસાયટી શેરી નં.3 માં રહેતાં શ્યામભાઇ દિનેશભાઈ ભુત (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા બાઈક ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પરીવારમાં પત્ની કુતીબેન તથા એક સંતાન છે. તેઓ રેડીમેઇડ ગારમેંટનું હોલસેલનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
ગઇ તા.29 ના સવારે તેઓ તેમના પિતા દિનેશભાઈ બંને ઘરેથી કૌટુંબિક ભાઇ રાજભાઈની ઓફિસ જે જીનેસીસ હોસ્પીટલવાળી શેરી, બાપાસીતારામ ચોક પાસે આવેલ હોય ત્યાં જવાં નિકળતા હતા ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ તેમના ઘર સામે ઉભેલ હતો, જેની પર શંકા જતાં તે બાઈક નં.GJ 01 XA 8835 વાળો નોટ કરી લીધેલ હતો. બાદ પિતા-પુત્ર કૌટુંબિક ભાઈ રાજભાઇની ઓફિસ પર પહોંચેલ ત્યારે તે બાઈક ચાલક તેઓનો પીછો કરતો હોય તેમ સામુ જોતો હતો.
તેમજ બાઈક ચાલકે ડરાવતાં હોય તેવું વર્તન કરેલ હતું. જેથી ડર લાગતાં તેની તરફ જતાં રાળા રાળી કરતાં બાઈક ચાલક ત્યાંથી જતો રહેલ અને સોસાયટીના માણસો ભેગા થઇ ગયેલ હતાં.
બાદમાં તેમના પિતાએ જણાવેલ કે, આ અગાઉ ગઇ તા. 27 ના રોજ હું ઘરેથી કોર્ટ તરફ જતો હતો ત્યારે આપણી સોસાયટીની બહાર બાઈક ચાલકે મને રોકીને કહેલ કે, તારા દિકરા શ્યામને કહેજે કે, પોલીસ સ્ટેશનમાં કરેલ એફઆઈઆર પાછી ખેંચી લે નહિતર હું તેને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓએ અગાઉ પાંચ શખ્સો સામે વ્યાજખોરીની ફરીયાદ નોંધાવેલ હતી તે આરોપીઓએ જ આ શખ્સને મોકલ્યો હોય તેવી શંકા છે. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની.પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
