એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’: અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક* - At This Time

એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’: અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક*


*‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’: અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક*
----------
*ગીર સોમનાથમાં ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોના બચાવ અંગે હાથ ધરાયેલા વિવિધ કાર્યની થઈ સમીક્ષા*
----------
*ગીર સોમનાથ, તા. ૦૬:* “એક યુદ્ધ નશે કે વિરુદ્ધ” રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદે હેરફેર રોકવા માટે જોઈન્ટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યયોજનાના રોલઆઉટ પર કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોનો બચાવ" અંર્તગત જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમો, બાળકો માટે તાલિમ કાર્યક્રમો, વ્યસનમુક્તિ રથ, શાળા-કોલેજોમાં નશામુક્ત અંતર્ગત અભિયાન, સહિત સ્પર્ધાઓનું આયોજન કરવા જેવી કામગીરીનો ઉલ્લેખ થયો હતો.
તદુપરાંત આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રીએ ૧૮ વર્ષથી નીચેના બાળકોને તમાકુ/દારૂના વેચાણ પર પ્રતિબંધ અંગે હોર્ડિંગ્સ તેમજ તમાકુની દુકાનો, લારીઓ પર નિયત પેટર્નના સ્ટીકરો લગાવવા અંગે, દવાઓના વેચાણ માટે દુકાનોમાં રજીસ્ટરો, મેડિકલ દુકાનોમાં સીસીટીવી જેવી તમામ બાબતોને આવરી લઈ સૂચના આપી ઉપસ્થિત તમામ શીર્ષ અધિકારીઓ સાથે બાળકો માટે સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પી.આર.પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સૈયદ વસીમ, એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી અરવિંદસિંહ બી જાડેજા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon