જસદણના જુના યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ વિજય દ્વારા ચૌહાણ)
ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા જસદણ મા જસદણ દરબાર સાહેબ ના પ્રમુખ સ્થાને સન્માન સાથે સ્નેહમિલન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાયૅક્રમમા ગુજરાત સૌરાષ્ટ્ર માથી હજારો કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો સાથે સંતો મહંતો તથા માજી રાજવીઓ તથા રાજ્ય સભાના સાંસદઓ અને સંગઠન ના અનેક મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારેલ. આ કાયૅક્રમ ના પ્રમુખ સ્થાને જસદણ દરબાર સાહેબ શ્રી સત્યજીત કુમાર સાહેબ કે જેઓ આ શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. તેમની અધ્યક્ષતામાં અનેઆ કાયૅક્રમમા પધારેલા મહાનુભાવોમાં નવા સૂરજ દેવળ મંદિર ના મહંત શ્રીભાનુ કુળ ભુષણ ૧૦૦૮ શાન્તિબાપુ તથા વાંકાનેર યુવરાજ સાહેબ શ્રી કેસરીસિંહજી ઝાલા કે જેઓ રાજયસભાના સાસંદ પણ છે તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાહેબ તથા( માડાવડ) માડવગઢ ના રાજવી દરબાર શ્રી પુજા વાળા સાહેબ તથા દરબાર શ્રી વનરાજસિંહજી ખવડ ઓફ સુદામડા ધાધંલપુર સ્ટેટ તથા રાજકોટ ના અને આસંગઠનના સેક્રેટરી એમ,ડી,માજરીયા સાહેબ તથા આ સંગઠનના ઉપાધ્યક્ષ શ્રીજયરાજભાઈ વિકમાં રૂપાવટી સહિત અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ સન્માન સમારોહમા અનેક મહાનુભાવો નુ સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં બોટાદ ના બહુમુખી પ્રતિમાં ધરાવતા અને અનેક સામાજિક ધામિર્ક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા અને આ સંગઠના ગુજરાત પ્રદેશ સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નુ બેવડું સન્માન કરવામાં આવેલ તેમા આ સંગઠનના પ્રમુખશ્રી જસદણ દરબાર સાહેબે અને એમ,ડી,માજરીયા સાહેબ બન્ને દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ. આ કાયૅક્રમ અતિ સફળ રહેલ તેમ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન ના સહમંત્રી સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.