ભાભરની બજારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું - At This Time

ભાભરની બજારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું


ભાભરમાં જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અરજીના આધારે લક્ષ્મી સેલ્સ એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન રાધે ગોપાલ ઘી ના નમૂના લઇ સીલ મારવામાં આવેલ જ્યારે બજરંગ મસાલા ભંડાર માંથી મરચાંનો નમુનો લેવામાં આવેલ.ભાભરમાં આવેલ લાટી બજાર સહિત અન્ય દુકાનોમાં પણ તપાસ હાથ ધરાઇ હતી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કરિયાણાના દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.કેટલાક વેપારીઓ ભરબપોરે દુકાનોના સટર પાડી નાસી ગયેલ.સરહદી વિસ્તાર ભાભરમાં ભેળસેળ વાળી ખાધ્ય ચીજવસ્તુઓ વેચાતી હોવાની ઉઠી હતી ફરિયાદો...


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.