*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવળવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન*
◼️ અત્રેના થાનગઢ જિલ્લામાં થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. "ખમ્મા બાપ મારા વીરા મારી બાવન પત્તાની રમત જો કોઈકના મઢમાં બાવળવાળી મેલડી મેલડી, વિહત મેલડી તરીકે પૂજાઉ, હડકાઈ મેલડી તરીકે પૂજાઉ, જહુ મેલડી તરીકે પૂજાઉ, દિપો મેલડી તરીકે પૂજાઉ, જીવણી મેલડી તરીકે પૂજાઉ, ફુલબાઈ મેલડી તરીકે પૂજાઉ વીરા વેદમાં વાતો પડી છે. મારી મેલડીનું નામ આગળ જલ્દી ના હોય પાછળ જ હોય કારણ છેલ્લે ભડાકા કરું તો હું મેલડી કરું બાપ, ઇતિહાસ બનાવું તો હું મેલડી બનાવું અને પેઢીની પેઢીના ચોપડા ખોલું તો હું મેલડી ખોલું વીરા, મારી ઉગતાપોરની મેલડી' "જય શ્રી બાવળવાળા મેલડી માતાજી" આવી વિચારધારા ધરાવતા ધર્મ પ્રેમી જનતાને હિતાર્થે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદમાં થાનગઢના અઢારે વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. પૂનમનીનિમિત્તેમહાપ્રસાદના દાતા શ્રી આકાશભાઈ રાઠોડ રાકેશભાઈ મકવાણા જયદીપભાઇ મકવાણા રવિભાઈ જાદવ કુલદીપભાઈ જાદવ નિલેશભાઈ મકવાણા સચિનભાઈ જાદવ અજયભાઈ જાદવ ભાવેશભાઈ મોરી ચેતન ચૌહાણ રાહુલ રાઠોડ જયદીપભાઇ મિસ્ત્રી જગદીશ જેકે મુકેશભાઈ મોરી રિપોર્ટર જયેશભાઈ મોરી હતા. આ પ્રસંગે મકવાણા પરિવારના શ્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યુ હતું કે આગામી પ્રત્યેક પૂનમે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. મહાપ્રસાદનો સમય સાંજે ૫-૦૦ થી ૭-૩૦ સુધીનો રહેશે. તો દરેકને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા અને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યુ આમંત્રણ છે. જય શ્રી બાવળવાળા મેલડી માં... રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.