અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૨૮,૨૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષા માટે ૪૪ કેન્દ્રો પર તૈયારીઓ શરૂ કરાઈ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટરની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
ધો.૧૦-૧૨ કુલ- ૪૪ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં ૨૮,૨૯૬ વિદ્યાર્થીઓ
પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા ટ્રોલ રુમ ઉપરાંત એસ.એસ.સી. અને ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના ૬ તાલુકામાં ધો.૧૦ના ૨૭ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૧૫ અને વિજ્ઞાન પ્રવાહના ૩ પરીક્ષા કેન્દ્રો મળી કુલ- ૪૪ પરીક્ષા કેન્દ્રો ઉપર બોર્ડ પરીક્ષા યોજાશે અને આ માટે ધો.૧૦ મોડાસા અને શામળાજી ઝોન અને ધો.૧૨ માટે મોડાસામાં ઝોન સહિત કંટ્રોલરુમ ઉભો કરવામાં આવ્યો છે.તમામ પરીક્ષા કેન્દ્રો
સી.સી.ટીવી કેમેરાથી સજ્જ છે અને શાળાના કોઈપણ કર્મચારીનું સંતાન પરીક્ષા આપતું હશે તો તેમને પરીક્ષા કામગીરીમાંથી મુક્ત રાખવા સ્પષ્ટ સુચના બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તથા કેન્દ્ર સંવાહકોને આપી દેવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સાહજિક રીતે ચિંતિત રહે છે અને માનસિક દબાણ અનુભવે છે સદર પરીક્ષા માટે અત્રેના જિલ્લાના વિધાર્થીઓને માર્ગદર્શન,મુંઝવણ,પરીક્ષાની તૈયારી સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નો માટે સલાહકારશ્રીના મોબાઈલ નંબર પર દર્શાવેલ સમય અને તારીખ સુધી સંપર્ક કરી શકાશે.
Box ૧-
તારીખ:૦૩/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫
સમય:સવારે:-૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી
૧.શ્રી જે ડી ભટ્ટ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક, સદર કચેરી- ૯૪૨૮૫૨૮૧૩૦
૨.શ્રી કેવલભાઈ કે પટેલ મ.શિ સરકારી મા.શાળા,વાત્રકગઢ- ૭૦૧૬૪૯૪૮૦૮
૩.શ્રી મયંકભાઇ ભટ્ટ આચાર્યશ્રી એચ બી પટેલ હાઈસ્કૂલ સાકરીયા- ૯૪૨૬૫૭૩૫૩૫
૪.શ્રી ઉન્મેશભાઈ પટેલ સરસ્વતી હાઈસ્કૂલ રમાસ- ૮૮૪૯૮૨૮૫૭૪
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
