મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: છ જુગારી મહિલા ઝડપાઇ - At This Time

મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: છ જુગારી મહિલા ઝડપાઇ


રૈયાધારમાં પાણીના ટાંકા પાસે આવેલ મિલીનીયમ હાઇટ્સમાં ચાલતી મહિલા સંચાલિત જુગાર કલબમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને દબોચી રોકડ રૂ।.81 લાખ અને પાંચ મોબાઈલ મળી રૂ.3.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી. ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે રૈયાધાર પાણીના ટાંકા પાસે શાંતિનગર.2માં આવેલ મીલીનીયમ હાઇર્ટસના ફલેટ નં.એ.101માં રહેતી ખુશ્બૂબેન વિનોદ કક્કડ પોતાના ફ્લેટમાં બંધબારણે બહારથી મહિલા બોલાવી જુગારની કલબ ચલાવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી જુગાર રમતી ખુશ્બબેન વિનોદભાઇ કકકડ (ઉ.વ.32) મનીષાબેન રસીક વૈષ્ણવ (ઉ.વ.45),(રહે.નીલકંઠનગર,મેઇન રોડ, યુનીવસીર્ટી રોડ, પટેલ ક્ધયા છાત્રાલયની બાજુમાં), નફીશાબેન સલીમ માણેક (ઉ.વ.27), (રહે.રેલનગર, સનરાઇઝ સ્કુલ પાસે,શ્યામકૃષ્ણ આવાસ યોજના કવાર્ટર, એ.201) સરોજબેન વિજય સોલંકી (ઉ.વ.40),(રહે.પુનીતનગર પાણીના ટાંકા પાસે,કર્મચારી સોસાયટી), નયનાબેન બાબુ ગીલવા, (ઉ.વ.45),(રહે.-રઘુવીર સોસાયટી, શેરી નં.-4, સહકાર મેઇન રોડ) અને નીકીતાબેન અલ્પેશ સાવલીયા (ઉ.વ.39)(રહે.ગુંદાવાડી પુજારા પ્લોટની સામે, ગોવિદપરા-1) ને દબોચી રોકડા રૂ.1.81 લાખ અને મોબાઈલ ફોન 5 રૂ.1.70 લાખ મળી રૂ.3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.