આજે સિહોર મામલતદાર ઓફિસ ખાતે દેવીપુજક સમાજ સ્વભિમાન સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજે સિહોર મામલતદાર ઓફિસ ખાતે દેવીપુજક સમાજ સ્વભિમાન સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું


બોટાદ ખાતે ૯ વર્ષની માસુમ બાળકીના બાળાત્કારી અને હત્યારા આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્વરીત
કાર્યવાહી કરી ફાંસીની સજા આપી ન્યાય આપવા બાબત
મે.સાહેબશ્રી,
જય ભારત સવિનય સાથ આપ સાહેબશ્રીને જણાવવાનું કે, ગત તા.૧૫/૦૧/૨૦૨૩ના રોજ બોટાદમાં
ગરીબ પછાત દેવીપૂજક સમાજની ૯ વર્ષની માસુમ દિકરી કપાયેલ પતંગ પાછળ દોડી રહેલ. તે સમયે આરોપી રાજેશ
દેવસંગ ચૌહાણ (જાતે રજપૂત) નામના ઈસમે, બાળકીને લલચાવી ફોસલાવી બોટાદના ઢાંકણીયા રોડ ઉપર
આઈ.ટી.આઈ. પાછળ ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ખંઢેર કવાર્ટરમાં લઈ જઈ બાળકીને નગ્ન કરી
પાશવી દુષ્કૃત્ય કરી મોત નિપજાવેલ છે.
જે અન્વયે બોટાદ ટાઉન પોલીસ, પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૦૦૨૨૩૦૦૭૩/૨૦૨૩ ઈ.પી.કો.
૩૦૨, ૩૭૬ (એ) (બી), ૩૫૪ (એ) તથા પોકસો એકટ કલમ ૫(એમ) ૬,૭,૮ મુજબ ગુનો દાખલ થયેલ છે.
ઉકત અતિ ઘૃણાસ્પદ, શાક્ષસી દુષ્કૃત્ય ની ઘટના બનેલ છે. બાળકી સાથેના કમકમાટી ભર્યા દુષ્કૃત્ય, હત્યાના
કારણે સમાજમાં ખુબ આક્રોશ વ્યાપેલ છે. આ અમાવીય બનાવમાં માસુમ બાળકીના બાળાત્કારી અને હત્યારા વિરૂધ્ધ
નિષ્પક્ષ પણે ઘનિષ્ઠ અને ઉંડાણપૂર્વકની તપાસ કરી ગુનામાં પકડાયેલ આરોપી સામે ન્યાયીક સમય મર્યાદામાં કાર્યવાહી
પૂર્ણ કરી દોષીતને ફાંસીની સજા થાય તેવી અમારી લાગણી અને માંગણી છે.
ઉચ્ચ લેવલે કાર્યવાહી યોગ્ય થાઇ આપ સાહેબ વિનતી છે. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »