કરોડોના સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓ જામીન મુક્ત કરાયા - At This Time

કરોડોના સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓ જામીન મુક્ત કરાયા


કરોડોના સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓ જામીન મુક્ત કરાયા

કરોડોના સાયબર ફ્રોડના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મુકત કરવા અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આરોપીઓ બોગસ બેન્ક અકાઉન્ટ ખોલી અથવા એકાઉન્ટ ભાડે લઈ જુદા જુદા નાગરીકો સાથે કરોડોની ઠગાઈ કરી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થયા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ચકચારી કેશની વિગત એવી છે કે, જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મયુર મનહરલાલ સોઢા, મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા, દેવરાજ બાબુભાઈ ચોવટીયા, આનંદ હિતેશભાઈ ચોથાણી દ્વારા કાવતરૂ રચી લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરતા હતા. બાદમાં સાયબર ક્રાઈમના ગુન્હા આચરી નાણાં ખંખેરતા હતા.

આરોપીઓ દ્વારા પોતાના નામના બેંક અકાઉન્ટ ખોલાવડાવી બેંક અકાઉન્ટ ઓનલાઈન આર્થીક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે એકાઉન્ટ કીટ સહિત આપી દરેક બેંક અકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમીશન મેળવતા હતા. આમ બીજાની મદદગારીથી છેતરપીંડી કરી રૂા.૪,૦૦,૦૬,૪૮૨ જેટલી રકમના અનઓથોસાઈઝડ ટ્રાંન્ઝેકશન કરી નાણા સગેવગે કર્યાં હતા. આ પ્રકરણમાં આરોપીઓને અદાલત સમક્ષ રજુ કરતા આરોપીઓ તરફે જામીન અરજી કરવામાં આવી હતી અને દલીલ કરાઈ કે આરોપીઓ કોઈ હાર્ડકોર ક્રિમીનલ ન હોય, વેપારી વર્ગના વ્યકતીઓ હોય આથી જામીન મુક્ત કરવા દલીલો કરવામાં આવી હતી.

દલીલમા જણાવ્યું કે આરોપીઓ પોતે ભોગબનનાર છે, કમીશનની લાલચ દઈ અને સાયબર કાંડ કરતી ટોળકી દ્વારા આરોપીઓને પણ સંડોવી દેવામા આવે છે અને આરોપી દ્વારા તપાસ કરનારને સંપુર્ણ સહકાર આપવાની તૈયારી બતાવેલ છે, જે સંજોગો ધ્યાને લઈ અને આ કામે આરોપીનો કોઈ જ રોલ ન હોય, જેથી જામીન મુક્ત કરવા જોઈએ તેવી ધારદાર દલીલો કરવામાં આવી હતી. આથી અદાલતે તમામ હકિકતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીમયુર મનહરલાલ સોઢા, મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા, દેવરાજ બાબુભાઈ ચોવટીયા, આનંદ હિતેશભાઈ ચોથાણીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા રોકાયેલ હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.