મગફળીની રેકોર્ડ બ્રેક આવકથી જામનગરનું યાર્ડ ઉભરાયું: આવક બંધ કરવાની નોબત આવી
મગફળીની રેકોર્ડ બ્રેક આવકથી જામનગરનું યાર્ડ ઉભરાયું: આવક બંધ કરવાની નોબત આવી
લાભ પાંચમથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના શ્રી ગણેશ થયા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખાસ કરીને મગફળીની સિઝન ચાલુ હોવાથી મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં આકર્ષાઈ રહ્યા છે આથી જામનગર યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક મગફળીની આવક નોંધાઈ હતી. સૌથી વધુ મગફળીની આવકને લઈ લાભ પાંચમના દિવસે આવક શરૂ થતા ની સાથે જ આવક પર રોક લગાવી દેવાની નોબત આવી હતી. બીજી બાજુ મગફળીના આજે 950 રૂપિયાથી 2205 રૂપિયા જેવા ભાવ પણ મળ્યા હતા. આજે 23 હજાર ગુણી એટલે કે 40,250 મણ મગફળીની આવક નોંધાઇ હતી.
જામનગરમાં તામિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી કરવા માટે આવતા હોય છે. નવ નંબર અને છ નંબરની મગફળીની તામિલનાડુમાં માંગવાથી વેપારીઓ આવે છે. હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયાએ જણાવ્યું કે યાર્ડમાં પૂરતી વ્યવસ્થા અને તામલનાડુંના વેપારીઓને સ્થાનિક વેપારીઓ ખરીદી અર્થે સહયોગ આપતા હોવાથી તેઓ જામનગર યાર્ડમાં મગફળી વેચવા માટે આકર્ષાય છે જેના પરિણામે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે.
બંનેસનભાઈ નામના ખેડુતે જણાવ્યું કે તેઓ લાભ પાંચમ નિમિત્તે છેક હળવદ થી મગફળીનું વેચાણ કરવા માટે જામનગર આવ્યા છે. માધ્યમોમાં જામનગર ખાતે મગફળીના પૂરતા ભાવ મળતા હોવાના અહેવાલ વાંચી તેવો જામનગર મગફળી વેચવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે રાજકોટ, મોરબી, હળવદ અને ગોંડલ સહિતના શહેરોના યાર્ડ રસ્તામાં આવતા હોવા છતાં અમે મગફળી વેચવા માટે જામનગર આવ્યા છીએ
હાપા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર સંજય ભંડેરી આજે લાભ પાંચમ નિમિત્તે મગફળીની રેકોર્ડ બ્રેક આવક થાય છે. મુહૂર્તના સોદાના લાભ લેવા અને તામિલનાડુના વેપારીઓ ખરીદી કરે તે માટે ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાલ જણસોની આવક પર રોક લાગી છે. પરંતુ આગામી સમયમાં હરાજીમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી શકશે.
આજે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામના ખેડૂત સોમાતભાઈ વજશીભાઈ નંદાણીયા નામના ખેડૂત મગફળી વહેંચવા માટે આવ્યા હતા. તેઓએ 20 વીઘા માં મગફળીનું વાવેતર કર્યું હતું. એ તૈયાર થઈ ગયા બાદ પ્રાથમિક તબક્કે તેઓ ત્રણ ટ્રેક્ટર મારફતે મગફળી લઈ અને આવ્યા હતા. જેમની મગફળીની ખરીદી દરમિયાન 2205 રૂપિયા જેવો ભાવ મળ્યો હતો. સોમાતભાઈ નંદાણીયા જણાવ્યું કે મને પણ મનમાં ડર હતો કે પૂરતા ભાવ મળશે નહીં. મને માત્ર 1700 થી 1800 રૂપિયાની આશા હતી. તેની સરખામણીએ 2205 જેવા ભાવ મળતા હાલ ખુશી નો કોઈ પાર નથી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.