રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી.
રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. અન્ય રોગચાળાની કેસની વિગત (તા.૨૨/૮/૨૦૨૨ થી તા.૨૮/૮/૨૦૨૨) શરદી-ઉધરસના કેસ-૩૦૬, સામાન્ય તાવના કેસ-૭૮, ઝાડા-ઉલટીના કેસ-૧૧૫, આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૨/૮/૨૦૨૨ થી તા.૨૮/૦૮/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૫૮,૦૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૧૭૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ઘરમનગર બગીચાની આસપાસનો વિસ્તાર, રૈયારાજ પાર્ક-ર, ઘરમનગર મે.રોડ થી આદિનાથ એપા. વાળા રોડ થી રૈયારોડ પાસેના વિસ્તાર તથા મેઇન રોડ અને શેરીનં.૧,૨,૩ રોયલપાર્ક શેરીનં.૭, ઇન્દીરા સર્કલ પાસે, રૈયારોડ થી બાપાસીતારામ ચોક થી ગોપાલ ચોક થી પટેલ કન્યા છાત્રાલય થી યુની.રોડ થી રોયલપાર્ક શેરીનં.૧ થી ૯ તથા મે.રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ થી ઇન્દીરા સર્કલ થી ટેલીફોન એક્ષચેન્જ થી રૈયા ચોકડી થી રૈયારોડ, રૈયાગામ થી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ થી ઘારેશ્વર એસ.આર.પી. કવા.ની સામેના વિસ્તારમાં તથા મેઇન રોડ પાસે બાપા સીતારામ ચોક થી વર્ઘમાનનગર શેરીનં.૧,ર તથા આજુબાજુના વિસ્તાર તથા મેઇન રોડ, ૫રાસરપાર્ક મેઇન રોડ, જામનગર રોડ પંચશીલ ફાર્મ હાઉસ આસપાસનો વિસ્તાર, સુંદરમપાર્ક શેરીનં.૩ મનમોહન મારબલ વાળી શેરી જામનગર રોડ, સખીયાનગર શેરીનં.૬,૪,૩ તથા આસપાસનો વિસ્તાર ભવનાથપાર્ક-૧ થી ૭ તથા મેઇન રોડ, શ્રઘ્ઘાપાર્ક-૧ થી ૩ તથા મેઇન રોડ ડી માર્ક, રાઘાનગર-૧ થી ૩ લાલબહાદુર સોસા ૧ થી ૪, રાઘાકૃષ્ણનગર-૧ થી ૩, ઘારેશ્વર સોસા. ૧ થી ૪, સત્યનારાયણનગર સોસા. લાલપાર્ક-બી, ઘનશ્યામ ઇન્ડ. એરીયા, વિરાણી અઘાટ ઇન્ડ એરીયા, ગુરૂજી આવાસ સાઘુવાસવાણી રોડ થી રૈયા રોડ, રૈયા રોડ થી બાપાસીતારામ ચોકનો મેઇન રોડ, ગુરૂજી આવાસ સાઘુવાસવાણી રોડ થી ગુરૂજી આવાસ વાડી આવાસ તથા મેઇન રોડ, વાડી આવાસ થી ગોપાલ ચોક, ગોપાલ ચોક થી તુલસી બાગ પાસે ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૪૪ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલપં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૬૬૫ આસામીને નોટીસ તથા રૂા.૬૯,૭૫૦ નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે. ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ. (૧) અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ. અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ. (૨) ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું. અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ. પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ. ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.