રાણપુર તાલુકા યુવા ઉત્સવનું અલાઉ માધ્યમિક શાળા ખાતે આયોજન - At This Time

રાણપુર તાલુકા યુવા ઉત્સવનું અલાઉ માધ્યમિક શાળા ખાતે આયોજન


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા બોટાદના કલાકાર યુવક યુવતીઓમાં રહેલ શક્તિને સ્ટેજ મળે તેમજ તેમના સ્વપ્નને સાકાર કરવા માટે રાણપુર તાલુકાની યુવા ઉત્સવ સ્પર્ધા - ૨૦૨૪/૨૫ નું આયોજન અલાઉ ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે ૧૩/૦૮/૨૪ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં વકતૃત્વ, શીઘ્રવકતૃત્વ, ચિત્રકલા, લગ્નગીત, ભજન વગેરે ૧૩ સ્પર્ધાનું અ‌ વિભાગ, બ વિભાગ તેમજ ખુલ્લા વિભાગ મળી ત્રણ વયજૂથમાં આયોજન થનાર છે. યુવા ઉત્સવનું વિગતવાર ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, A/S - ૧૩ ખસ રોડ, બોટાદ ખાતેથી મેળવી શકાશે.આ તમામ સ્પર્ધાઓમાં વધુમાં વધુ કલાકારો ભાગ લે, તેવું ધવલભાઇ એ. ખાંડેકા કન્વીનરશ્રી, રાણપુર દ્વારા જણાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image