ભાભર વાવ રોડ સહિત શહેરમાં ચાલતા બાંધકામો ગેરકાયદેસર કે કાયદેસર તપાસ થશે ખરા...? - At This Time

ભાભર વાવ રોડ સહિત શહેરમાં ચાલતા બાંધકામો ગેરકાયદેસર કે કાયદેસર તપાસ થશે ખરા…?


ભાજપ સરકારમાં વિકાસના અનેક કામો થયેલ છે અને થઈ રયા છે જેમાં ખાસ તો શહેરોનો વિકાસ કુદકેનેભુસકે વધી રયો છે જેથી ગામડાઓના લોકો શહેરોમાં ધંધાર્થે સ્થાઇ થતાં હોય છે ભાભર શહેરનો વિકાસ વધતા જમીન, પ્લોટ,મકાનો,દુકાનોના ભાવ વધી જવા પામ્યા છે ભાભર શહેર સહિત હાઇવે,વાવ રોડ , સુઈગામ રોડ, રાધનપુર રોડ વગેરે સ્થળોએ અનેક મકાનો દુકાનોના બાંધકામો થઈ રયા છે જેમાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો કરીને તંત્ર ની આંખો ધૂળ નાખી રહ્યા છે બાંધકામ દરમિયાન ક્યાંક રોયલ્ટી ચોરી,વિજળી ચોરી, પાણી ચોરી તેમજ દબાણ કરીને બાંધકામો ચાલી રહ્યા છે જે સ્થળનો એન.એ.તેમજ બાંધકામ મંજુરી માટે જે તે ઓફિસમાં માંગવામાં આવેલ હોય છે તેના થી સ્થળ પર વિપરીત નિતિ નિયમો નેવે મૂકીને ફેરફાર વાળું બાંધકામ કરેલ જોવા મળે છે ભાભર વાવ રોડ પર નવીન બની રહેલ શોપિંગોના પાર્કિંગ,શૌચાલય વગર મંજૂરી કોણ આપશે અથવા કોણે આપી તે પણ એક મોટો સવાલ છે..? ભાભર શહેરમાં બીલ્ડરો દ્વારા હેતુ ફેર કરી રેસીડેન્ટ એરિયામાં કોમર્શિયલ બાંધકામો મોટા પ્રમાણમાં ચાલી રયા છે જેના કારણે રહેણાંક વિસ્તારના લોકો ને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે આવા બાંધકામો કેટલાક યોગ્ય છે તેની તપાસ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે સાથે સાથે વીજળી (લાઈટ) અને પાણી નો પણ રેસીડેન્સી માંથી કોમર્શિયલ ઉપયોગ કરીને સરકાર ને ચુનો લગાવી રહ્યા છે તાજેતરમાં ભાભર તિરૂપતિ માર્કેટ જવાના રસ્તા પર એક જૂની દુકાન પાડીને નવીન બાંધકામ ચાલી રહ્યું છે તેના માલીકે રસ્તા પર જ સીડીનુ બાંધકામ કરીને દબાણ કરેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે તો જવાબદાર તંત્ર સ્થળ પરનો નકશો તપાસ કરી કેટલી જગ્યામાં બાંધકામ કર્યું છે તે તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તાજેતરમાં વાવ રોડ પર એક શોપિંગના બાંધકામ બાબતે જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકામાં અરજી કરતા પાલિકા દ્વારા શોપિંગનુ કામ થોડા સમય માટે બંધ રખાવેલ ખરેખર તો આવા શોપિંગના બાંધકામ ગેરકાયદેસર હોય તો તેના માલીક સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આ તો કળયુગ છે બધાના પેટ પોલા છે..?


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.