દસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સયુંકત ઉપક્રમે વસ્ત્રદાનઅભિયાન યોજાયું - At This Time

દસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સયુંકત ઉપક્રમે વસ્ત્રદાનઅભિયાન યોજાયું


(રીપોર્ટ ભરત ભડણીયા)
દસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સયુંકત ઉપક્રમે વસ્ત્રદાન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ ના પ્રમુખ અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા ,જસદણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી હિતેષભાઇ રામાણી,તાલુકા સંયોજક કલ્પેશભાઇ વેકરીયા, પૂર્વ મહામંત્રી મનસુખભાઈ જાદવ, જસદણ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ રામાણી, જસદણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કારોબારી અને સભ્ય કલ્પેશભાઇ છાયાણી, મુકેશભાઈ મેર, ચંદ્રેશભાઇ છાયાણી તથા રાજુભાઈ દ્રારા સેવા વસ્તીમાં વસ્ત્રદાન, મીઠાઈ અને ફટાકડા આપીને દિવાળી ની શુભેચ્છા પાઠવી અને આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પણ વસ્ત્ર દાન કરી આ સેવા ને બીરદાવી હતી. આ સેવા દ્રારા સમાજ ના યુવાનો ને સમાજ સેવા કરવા નો સંદેશ મળે અને જરૂરિયાત મુજબ યોગ્ય વ્યક્તિને દિવાળી જેવા તહેવાર પરિવાર સાથે ઊજવી શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image