ઢેલાણા ગામની સરકારી પે.સે.શાળામાં આરેણા ના સમાજ સેવી નાથા ભાઈ નંદાણીયા ની શુભેચ્છા મુલાકાત. - At This Time

ઢેલાણા ગામની સરકારી પે.સે.શાળામાં આરેણા ના સમાજ સેવી નાથા ભાઈ નંદાણીયા ની શુભેચ્છા મુલાકાત.


આજે સોમવાર ના દિવસે માંગરોળ નજીક કામનાથ મહાદેવના દર્શન કર્યા પછી કામનાથ મહાદેવ જે નોરી નદીના કાંઠે બિરાજમાન છે. એ જ ગામ એટલે ઢેલાણા.
મેં થોડા સમય પહેલા આ ઢેલાણા ગામ ની સરકારી પ્રાથમિક શાળા વિશે થોડું સાંભળેલ,. એટલે આજ થયું કે હાલો જોઈ લઈએ શું છે આ સ્કુલ ની વિશેષતા. પણ ત્યાં હું ગયો પછી ખ્યાલ આવ્યો કે જે સાંભળ્યું છે એના કરતાં તો અહી એનાથી ઘણું બધુ વધુ સારુ વાતાવરણ જોવા મળ્યું.શાળાની સ્વચ્છતા,બાળકોમાં રહેલ શિસ્ત,આચાર્યશ્રી તથા શાળાના ગુરુજનોનો માયાળુ સ્વભાવ વગેરે બાબતો શાળાની સુંદરતા અને વાતાવરણમાં અનેરો પ્રાણ પુરતા હતા.
હા પણ સોમવાર હોવાથી મોર્નિંગ સમય હતો એટલે બાળકો ને રજા મળી ગઈ હતી. હા એ બાળકોમાં ગજબનું ડિસિપ્લીન હતું ને એ ત્યાં ના સ્ટાફ દ્વારા આપવામાં આવેલા સંસ્કાર ના દર્શન કરવાતુ હતું શિક્ષણ તો બધે જ મળે છે. મને સ્કુલ કેમ્પસ માં ક્યાંય પ્લાસ્ટીક, કચરો, ચોકલેટના કાગળ,બબલા ના ખાલી પેકેટ કે બિસ્કીટ ના કાગળ જોવા ન મલ્યા થોડી નવાઈ લાગી નાના બાળકો ને આવું કેમ એટલે થયું કે ડસ્ટબિન મા નાખતા હશે.,પણ ના એમા જોયું પણ ત્યાં પણ આવું કાય ન હતું.
હવે હું રજા થઈ ગઈ હતી એટલે શાળાનો તમામ સ્ટાફ આચાર્ય શ્રીની ઓફિસ મા હતો એટલે ત્યાં ગયો,એમા બે શિક્ષકો મારા પરિચિત હતા એક નાથાભાઈ ચાવડા ને બીજા કાનજીભાઈ ડોડીયા. એમણે પ્રથમ આચાર્ય શ્રી દેવશીભાઈ નંદાણીયા સાથે ઓળખાણ કરાવી ને બિજા શિક્ષક ગુરુ જનો સાથે. આ વિવેક પુર્ણ વાતાવરણ હતું. આચાર્ય શ્રી એ કહ્યું કે અહી હું એકલો નહિં પરંતું અમે બધા સાથે મળી ને સ્કુલ ચલાવીએ છીએ,જે ખુબ સારી બાબત હતી. હા સાથે ગામ ને પંચાયત તેમજ વાલીઓ નું પણ એવડું જ સંકલન છે ને સહયોગ છે એટ્લે અમે આવું સારું કેમ્પસ ઉભું કરી શક્યા.ને હાં બાદ અમારા સ્ટાફ નો મોટો સમન્વય હોવાથી આ કેમ્પસ માં આવું સારું સંસ્કાર સભર શિક્ષણ આપી શકીએ છીએ.આજે અહી આજુબાજુના ગામના બાળકો પણ પ્રાઈવેટ સ્કુલ મુકી ને અમારી સરકારી શાળા માં એડમિશન લીધાં છે. આજે ૨૯૨ ની સંખ્યા બાળકો ની થઈ છે.
બાળકો રોજ બે ડબરા મા સાડા બાર ની રિશેષનો નાસ્તો ને મોટી રિશેષ નું ભોજન ઘરે થી સાથે લઈ ને આવે છે એટલે આ બાળકો ને પૈસા વાપરવા મતલબ બબલા કે ગોલી બિસ્કીટ લેવા ની જરૂર નથી. ને અહી નિયમ છે કે પૈસાની જરુર નથી તો બાળકોએ શાળામાં પૈસા લઈને આવવા નહિં. ને અહી ઘર નો પૌષ્ટિક ખોરાક ખાવા મળે તે બાળકોના સ્વાસ્થ્યને સારું રાખે છે.અને બહારના હલકી ગુણવત્તા વાળા નાસ્તાના પેકેટ ખાવાથી થતા નુકશાન વિશે બાળકો ને અને વાલીઓને માહિતગાર કરવામાં આવે છે એટલે આજે અહીં એક પણ બાળક દુકાનેથી ભાગ નથી લેતા.જે શાળાની ખુબ સારી બાબત કહી શકાય.
સ્કુલ માં આજે ગ્રાન્ટ આવે છે પણ કોઈ કામ જરુર મુજબ નું બાકી નથી કે એ કરીએ.શાળામાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ શાળામાં નીચે મુજબના ગુરુજનો બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને દેશના સારા નાગરિક બનવાનું ઘડતર કરી રહ્યા છે.
શ્રી ઢેલાણા પે સેન્ટર શાળા
🇳🇪શાળા પરિવાર🇳🇪
દેવશીભાઈ નંદાણીયા (આચાર્ય શ્રી)
નાથાભાઈ ચાવડા (શિક્ષક)
સુરાભાઈ ચાવડા(શિક્ષક)
દેવાભાઈ રાઠોડ(શિક્ષક)
મનહરભાઈ રાઠોડ(શિક્ષક)
કાનાભાઈ વાળા(શિક્ષક)
કાનજીભાઈ ડોડીયા(શિક્ષક)
કુસુમબેન જેઠવા (શિક્ષિકા)
શાંતાબેન ઝણકાત(શિક્ષિકા)
મોતીબેન વાળા(શિક્ષિકા)
સોયેબભાઈ પઠાણ (સ્પે.એ.)
પુનીતભાઈ ચાવડા (સેવક)
આમ માંગરોળ તાલુકાની નામના ધરાવતી ઢેલાણા પ્રાથમિક શાળા છે જ,પણ મને લાગે છે કે જુનાગઢ જીલ્લા મા પણ સ્કુલ નામના ધરાવે છે .

મને આજે આ સ્કુલ અને આચાર્ય શ્રી તથા ગુરુજનોને મળવાનો સમય મળ્યો એ સદ ભાગ્ય છે.
સ્કુલ પરિવાર ને શિવમ્ ચક્ષુ દાન સલાહ કેન્દ્ર આરેણા પરિવાર વતિ હ્રદય થી અભિનંદન

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon