પોલીસ ક્રિકેટ મહોત્સવ "ગીર રક્ષક કંપ" નું ઓપનિંગ કરતા પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથ - At This Time

પોલીસ ક્રિકેટ મહોત્સવ “ગીર રક્ષક કંપ” નું ઓપનિંગ કરતા પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથ


ગીર સોમનાથ જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓમાં ઉત્સાહ વધારવા તેમજ ખેલદિલીની ભાવના વિસ્તારવા જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા ૨૧ જાન્યુઆરી અને ૨૨ જાન્યુઆરી બે દિવસીય એક ક્રીકેટ ટુર્નામેન્ટ " ગીર રક્ષક કપ " નું આયોજન કરવામાં આવેલ હતું

ગીર રક્ષક કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ – ૧૩ ટીમ ભાગ લેનાર છે. જેમાં પોલીસ સ્ટેશન વેરાવળ સીટી, પૂ.પાટણ કોડીનાર, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા, નવાબંદર મરીન, સોમનાથ મરીન, પોલીસ હેડ કવાટરની બે ટીમ તથા એસ.પી. ઓફીસની એક ટીમ ભાગ લેનાર છે.

આ ટુર્નામેન્ટના વિજેતા થયેલ ટીમ તથા રનર અપ ટીમ તથા મેન ઓફ મેચ તથા મેન ઓફ સીરીઝ થયેલ નાઓને પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા તથા વી.આર.ખેંગાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વેરાવળ ડીવીઝન, નાઓ દ્વારા ગીર ક્રિકેટ એકેડમી, વિરપુર તા.તાલાલા ખાતે પોલીસ ક્રિકેટ મહોત્સવ સમો "ગીર રક્ષક કપ" નુ ઔપનિંગ કરવામાં આવેલ,

આ ઓપનિંગ અનુસંધાને એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સ. એલ.સી.બી., ગીર સોમનાથ તથા એ.બી.જાડેજા, ઇ.ચા. પો.ઇન્સ., એસ.ઓ.જી., ગીર સોમનાથ, એચ.આર.ગોસ્વામી, પોલીસ ઇન્સ., એલ.આઇ.બી.. ગીર સોમનાથ એસ.પી.ગોહિલ, પો.ઇન્સ., પૃપાટણ, એસ.એમ.ઇસરાણી, પો.ઇન્સ. વેરાવળ, એમ.યુ.મી, સર્કલ પો.ઇન્સ. તાલાલા, વી.કે.ઝાલા, પો.સબ ઇન્સ., એલ.સી.બી., આર.એચ.મારૂ. પોલીસ સબ ઇન્સ. તાલાલા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon