પશુબા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અસ્થિર મગજના વ્યક્તિઓનું ઘર દ્વારા અસ્થિર મગજના દર્દીઓ માટે દિવ્ય મીટીંગ – રામકાર્યનું આયોજન
પશુબા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
અસ્થિર મગજના વ્યક્તિઓનું ઘર દ્વારા અસ્થિર મગજના દર્દીઓ માટે દિવ્ય મીટીંગ - રામકાર્યનું આયોજન
રાજકોટમાં કુવાડવા મેઇન રોડ, નવાગામ બેડીપરા પોલીસ ચોકીની સામે, લાલ હનુમ હનુમાન મંદિરની પાછળ આવેલ પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર વ્યકિતઓનું સેવાધામ પ્રભુજીનો આશરો" કાર્યરત છે. સંસ્થામાં માનસિક અને નિરાધારોની સારી સાર સંભાળ રાખવામાં આવે છે. સંસ્થાના કાર્યકરો માનસિક નિરાધારોને તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. અત્યારે સંસ્થામાં 40 જેટલા માનસિક નિરાધારોને આશરો આપવામાં આવ્યો છે જેને નવડાવવાં-ધોવડાવવા, નાસ્તો, ચા, ભોજન સહિતના કાર્યો સમય- સમય પર કરવામાં આવે છે અને જરૂર પડે આરોગ્ય વિષયક બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
અસ્થિર મગજના દર્દીઓ માટે દિવ્ય મીટીંગ - રામકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્થિર મગજના દર્દીઓને કઈ રીતે ઉપયોગી બની શકીએ એ વિષયની ચર્ચા કરવામાં આવશે. આ મીટીંગનું આયોજન ૧૩
ફેબ્રુઆરી, મંગળવારનાં રોજ સાંજે ૭-૦૦ કલાકે કુવાડવા મેઇન રોડ, નવાગામ બેડી, પરા પોલીસ ચોકી સામે, લાલ હનુમાન મંદિરની પાછળ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે જયેશભાઈ
જયંતીભાઈ નિલેશભાઈ ભુપેન્દ્રભાઈ પ્રકાશભાઈ ની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.