જુનિયર ક્લાર્ક પેપર લીક મુદ્દે પોરબંદર NSUI નો અનોખો વિરોધ,ચડ્ડીબનિયાન પહેરી કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી - At This Time

જુનિયર ક્લાર્ક પેપર લીક મુદ્દે પોરબંદર NSUI નો અનોખો વિરોધ,ચડ્ડીબનિયાન પહેરી કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી


જુનિયર ક્લાર્ક પેપર લીક મુદ્દે પોરબંદર NSUI નો અનોખો વિરોધ,ચડ્ડીબનિયાન પહેરી કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી

આ પેપર નથી ફુટયુ નવ લાખ યુવાનોનું ભવિષ્ય ફુટયુ છે- NSUI

ગત તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ જુનિયર ક્લાર્કની પરિક્ષા યોજવાની હતી પરંતુ અમુક નરાધમોને કારણે આ પરિક્ષાનુ પેપર ફુટયુ હતું જેથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમયમા ધકેલાઇ ગયું હોય એમ યુવાનો હિમ્મત હારી ગયા હતા.. વર્ષોથી યુવાનો પોતાના ભવિષ્યને લઇને ચિંતિત હોય છે હજારો રૂપિયાઓ વેડફીને મોઘાઘાટ ટયુશન કલાસીસમા જતા હોય છે, પરંતુ અંતે તે બધુ તેમના માટે કામવગરનુ થઇ જાય છે.. પેપર લીક થવાથી યુવાનોની તમામ મહેનત પર પાણી ફરી વળે છે..
જુનિયર ક્લાર્કની પરિક્ષા માટે યુવાનો કેટલા સમયથી તમામ તૈયારી કરી રહ્યા હતા યુવાનોના પરિવારમાં પણ એક આશા લઇને બેઠા હોય છે જ્યારે તેમનો દિકરો પરિક્ષા આપવા માટે જાય છે ત્યારે કે તેમને નોકરી મળી જશે જેથી તેમનું પુરી પરિવાર તરી જશે,, તેમના પરિવારમાં ખુશાલી આવી જાય… અહીં પણ એવું જ જોવા મળ્યું યુવાનોને અન્ય જિલ્લાઓમાં પરિક્ષાનુ સ્થળ આવ્યું તો ઘણા યુવાનો અગાઉની રાતે જ પોતાના પરિક્ષા સ્થળ જિલ્લામાં પહોંચી ગયા હતા. મધ્યમ વર્ગના દિકરાઓએ તો ઘણા આશ્રમમાં તેમજ કોઇ રેલ્વે સ્ટેશન પર રાત વિતાવી છે. સવારની રાહ જોતા હતા કે કાલથી તેમનું ભવિષ્ય અલગ થઇ જાશે સાથે તેમના પરિવારમાં પણ અલગ ખુશીનો માહોલ સર્જાશે..પરંતુ એમને કયા ખબર હતી આવતી કાલની સવાર તેમના માટે કાળી રાત સાબિત થશે જ્યારે યુવાન એક આશા લઇને ઉઠે છે અને ઉત્સાહ સાથે પરિક્ષા આપવા માટે સ્થળ પર જવા નિકળે છે પરંતુ તેમને ખ્યાલ આવે છે કે પેપર લીક થઇ ગયું છે તયારે તે લાખો યુવાનો તુટી જતા હોય છે… આ કૌભાડીઓને પણ સરકાર બચાવી રહી હોય એમ લાગી રહ્યું છે
વારંવાર પેપર લીક અને કૌભાંડોને કારણે યુવાનોએ હવે સરકારી નોકરીની આશા પણ મુકી દીધી છે કેમ કે ક્યાંક ને ક્યાંક એમને ડર રહે છે કે પેપર લીક થશે તો ?? પોરબંદર જિલ્લા NSUI એ પેપર લીક મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો હતો, ચડ્ડીબનિયાન પહેરીને કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી હતી,, આ સરકાર યુવાનો સાથે મજાક કરાવુ બંધ કરે, પરિક્ષા આગાની ૩૦ દિવસમા યોજવામા આવે તેમજ જો સરકાર પરિક્ષા લેવામા સક્ષમ ન હોય તો રાજીનામું આપે તેવા નારા લગાવ્યાં હતા, અબ કી બાલ પેપર ફોડ સરકાર… આ પોરબંદર NSUI ની એવી પણ માંગ હતી કે હવે પછી ની તમામ પરિક્ષાઓ GPSC દ્વારા લેવામા આવે અને પેપર કૌભાંડીઓને છોડવામાં ન આવે તેવી માંગ કરાઇ હતી, પોલીસ દ્વારા ૧૦ થી વધુ NSUI ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
જેમા ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,શહેર પ્રમુખ જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રોહિત સિસોદિયા,રાજ પોપટ,હર્ષ ગોહેલ,દિવ્યેશ સોલંકી, ચિરાગ ચાંચિયા,અક્ષય ગોહેલ,દિવ્યરાજ જાડેજા,કુષ જોષી સહિતની અટકાયત કરાઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon