ભાવનગર શિશુવિહાર દ્વારા નિરમા લિમિટેડ ના સહયોગ થી આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર શિશુવિહાર દ્વારા નિરમા લિમિટેડ ના સહયોગ થી આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં અધેલાઈ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.૨૪ સપ્ટેમ્બર યોજાયેલ શિબિરમાં ૨૪૩ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , ડૉ. મિતિષાબહેન રાબડીયા,શ્રી અંકિતાબહેન ભટ્ટ ,શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી નિર્મોહી બહેન ભટ્ટ , કમલેશભાઈ વેગડ નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના શ્રી જયભાઈ દવે તથા ગામનાં સરપંચ શ્રી વિપુલ ભાઈ દુમાદિયા તથા આચાર્ય શ્રી ગજેન્દ્રભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.