રાજકોટ-કુચીયાદડ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ-કુચીયાદડ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૨૭/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે કુચીયાદડ ગામના પાટીયા પાસે આર.કે.ઇન્ડસ્ટ્રીયલ ઝોન મે.રોડ જાહેરમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. અલ્પેશ બંસીલાલ ખરાડી ઉ.૨૧ રહે.કાકરા ડુગરા ગામ પંચાયત-જાયરા તા.ખેરવાડા જી.ઉદયપુર (રાજસ્થાન) ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂા.૩૫,૪૯૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image