ધોરાજી નગરપાલિકા જન્મ મરણ વિભાગ ની બેદરકારી. - At This Time

ધોરાજી નગરપાલિકા જન્મ મરણ વિભાગ ની બેદરકારી.


ધોરાજી નગરપાલિકા જન્મ મરણ વિભાગ ની બેદરકારી.

ખરેખર ઘર ની ધોરાજી ચલાવતી ધોરાજી નગરપાલિકા.

( રિપોર્ટ શોએબ મ્યાનુંર)

રાજકોટ જિલ્લા ના ધોરાજી માં જન્મ મરણ નોંધણી વિભાગ ની લા પરવાહી બેદરકારી, એક મહિના માં જયાં ચાર અધિકારીઓ ની બદલી થતી હોય તે વિભાગ કેવું હશે.

આમ નાગરિક જ્યારે જન્મ મરણ ની સર્ટિફિકેટ મેળવવા જાય તો કોઈ સિધો જવાબ નથી આપતા અને લોકો ને ધક્કા ખવડવી ચપ્પલ ના ટળીયા ઘસાવી નાખે છે. આવું છે ધોરાજી નગરપાલિકા ના કામચોર કર્મચારીઓ ની કામગીરી. બહાર ગામ રહેતા લોકો ને કહે છે તમારે આવવું પડશે હવે જ્યારે પહેલા જાય ત્યારે અધુરી માહિતી આપે અને પછી આ દસ્તાવેજો નથી ઓલા દસ્તાવેજ નથી એમ કહી કામ ના કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે ધોરાજી નગરપાલિકા જન્મ મરણ વિભાગ ના કર્મચારીઓ.

સોગંદનામુ આપયા પછી ભારત દેશ ના કોઈ પણ શહેર માં નામ સુધારા થઈ જતાં હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકા ઘરની ધોરાજી ચલાવી નથી કરતી નામ માં ફેર બદલી, આ ક્યા ન્યાય કાર્યાલય ખાતે છે કે સોગંદનામુ જેવા દસ્તાવેજ ને પણ માન્યતા નથી આપવામાં આવતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon