ગતરોજ 02-03-25 ના શિહોરની SHINY PRE-SCHOOLનો ANNUAL FUNCTION ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે યોજાય ગયું.
જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી ના બાળકો દ્વારા 17 ગ્રુપ ડાન્સ, સ્કીટ અને સમાજઉપયોગી મેસેજ દ્વારા રંગારંગ ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રી સ્કૂલના નાના નાના ભુલકા સાથે સાથે તેમના ભાઈ-બહેન તથા માતા-પિતા એ પણ ઉત્સાહભેર સ્ટેજ પરફોર્મન્સ આપવામાં આવેલ.
આ ANNUAL FUNCTIONમાં મામલતદારશ્રી આર.જી.પ્રજાપતિ સાહેબ, નાયબ મામલતદારશ્રી હેતલબા ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.એમ.ગોસ્વામી, નગરસેવકશ્રી દિપસંગભાઇ રાઠોડ અને જયરાજસિંહ મોરી, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી નંદિનીબેન, બી.આર.સી.શ્રી વિજયસિંહ મકવાણા, આચાર્યશ્રી ભરતભાઈ દોદરીયા, આચાર્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડૉ.સરવૈયા સાહેબ, ડૉ.અનિલસિંહ ચૌહાણ, ડૉ.જલદીપસિંહ અને ડૉ.ઉર્વીબા ગોહિલ તેમજ પ્રી સ્કૂલના હેડ ઓફિસ થી શ્રી દિનેશભાઇ રામી, રચનાબેન ગાંધી અને તૃપ્તિબેન તથા અન્ય સરકારી અને ખાનગી શાળાના શિક્ષકો તથા બાલુડાના માતા-પિતા, ભાઈ-બહેન તથા આમંત્રિત મહેમાનો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાના નાના બાળદેવોને પ્રોત્સાહિત કર્યા.
આ આખા કાર્યક્રમને SHINY PRE SCHOOL કો-ઓર્ડીનેટરશ્રી રાધિકા લીંબાણી, શિક્ષકશ્રી વિના લીંબાણી, એકતા કાછેલા, ધારા ચૌહાણ તથા મીના ચાવડા આ શાળા પરિવારે કડી મહેનત અને તેમના ઉત્સાહ એ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ... રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
