વૃદ્ધ દર્દીને બહાર ફેંકનાર 4 તબીબ સસ્પેન્ડ, 2ને રજા પર ઉતારી દેવાયા, નર્સની ટ્રાન્સફર - At This Time

વૃદ્ધ દર્દીને બહાર ફેંકનાર 4 તબીબ સસ્પેન્ડ, 2ને રજા પર ઉતારી દેવાયા, નર્સની ટ્રાન્સફર


ડો. જયસન ધામેચા અને ભરત ચૌધરીએ દર્દીને બહાર કાઢવા કહ્યું, ડો.આશ્કા કારિયા અને ડો. મકવાણાએ સ્ટાફને હુકમ કર્યો, ઈન્ટર્ન ડો. હિત અને ડો. હર્ષ વ્હિલચેર લઈ ફેંકવા ગયા.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીને વહેલી સવારે વ્હિલચેરમાં બેસાડી વોર્ડની બહાર ફેંકી દેવાયાની અમાનવીય ઘટનાનો પર્દાફાશ કર્યો હતો જે મામલે એકસાથે 6 તબીબ સામે પગલાં લેવાયા છે જ્યારે બે નર્સિંગ સ્ટાફની બદલી કરાઈ છે. વૃદ્ધાને બહાર ફેંકવાની ઘટનામાં તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, વોર્ડ નં.10માં ફરજ પર મુકાયેલા મેડિસિન વિભાગના ડો. આશ્કા કારિયાએ વહેલી સવારે આયાબેન, નર્સ અને ઇન્ટર્નને સૂચના આપી હતી કે, વૃદ્ધાને વોર્ડની બહાર મૂકી દેવામાં આવે. બે ઈન્ટર્ન ડો. હિત બાબરિયા અને ડો. હર્ષ સિંઘ વૃદ્ધાને વ્હિલચેર પર બેસાડી બહાર ફેંકી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.