તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે’ કહી યુવતી પર ઘરમાં ઘુસી શખ્સનો હુમલો - At This Time

તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે’ કહી યુવતી પર ઘરમાં ઘુસી શખ્સનો હુમલો


ચુનારવાડમાં આવેલ શ્રમજીવી સોસાયટીમા તારી મારી સાથે લગ્ન કરવા જ પડશે કહી જાનકીબેન નામની યુવતી પર તેના પુર્વ પ્રેમી ઉર્વેશે હુમલો કરી પુત્રીનું અપહરણ કરી જવાની ધમકી આપી હતી. બનાવમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર શ્રમજીવી સોસાયટીમાં તેની માતા સાથે રહેતાં જાનકીબેન કનકભાઈ ઉપરા (ઉ.વ.26) ગતરોજ ઘરે હતાં.
ત્યારે ધસી આવેલા ઉર્વેશ ગજેરા નામના ઢોરમાર મારતાં શરીરે ઈજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાઈ હતી.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.વધુમાં ઈજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે મારે છ વર્ષ પહેલા ઉર્વેશ ગજેરા સાથે પ્રેમસબંધ હતો. જે બાદ તેની સાથે સંતાનમાં એક પુત્રી છે જે બાદ મારા પતિ સાથે છુટાછેડા થઈ ગયા બાદ મારી માતા સાથે રહેતી હતી.
જેની જાણ ઉર્વેશને થતા અનેકવાર તેની સાથે લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતાં હતો. ગત રોજ દારૂના નશામાં ઘરમાં ઘુસી મને મારમારી મારી પુત્રીને સ્કૂલે થી અપહરણ કરી જવાની ધમકી આપી હતી. તેમજ ઉર્વેશ દારૂના ધંધો કરે છે. અને દુષ્કર્મના કેસમાં પણ સંડોવાયેલ હોવાનો અને મારી ઉપર ખોટી રીતે હનીટ્રેપનો કેસ પણ કર્યોનો આક્ષેપ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.