માધાપર, ગ્રીનલેન્ડ, ગોંડલ ચોકડી સહિત સમગ્ર શહેરમાં અડધી કલાક 1 ઇંચ વરસાદ, રામાપીર ચોકડીએ ગોઠણસમાં પાણી ભરાયા
રાજકોટમાં આજે સવારથી બપોર સુધી ધૂંપ-છાવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઘટાટોપ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. જોકે સાંજના સમયે 5 વાગ્યા બાદ દે ધના ધન...વરસાદ શરૂ થયો હતો. શહેરના માધાપર, ગ્રીનલેન્ડ અને ગોંડલ ચોકડી સહિત સમગ્ર શહેરમાં અડધી કલાક ધોધમાર વરસાદ 1 ઇંચ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.