શેરીમાં ક્રિકેટ રમવા મામલે બે પડોશીઓ વચ્ચે છુટાહાથની મારામારી
ગાંધીગ્રામ શેરી નં.3 માં છોકરાવને ક્રિકેટ રમવા મામલે બે પડોશીઓ વચ્ચે છુટાહાથની મારમારી થઈ હતી. જેમાં બે મહિલાને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. જ્યારે સામસામી છેડતીનો આક્ષેપ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગાંધીગ્રામ શેરી નં.3 માં રહેતાં નીતાબેન દિપકભાઇ ચૌહાણ (ઉ.વ.42) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે ભક્તિબેન જોગીયા, કાજલ જોગીયા અને ઉમંગ જોગીયાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેના પતિ ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસક્રીમ પાસે રોયલ સીટ કવરની દુકાન ચલાવે છે. ગઇકાલે સાંજના આઠેક વાગ્યા આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે ઘરની બહાર દેકારો થતાં તેઓ ઘરની બહાર ગયેલ તો તેના સાસુ સાથે શેરીમાં રહેતા ભકતીબેન જોગીયા તથા કાજલબેન બોલાચાલી કરતા હોય જેથી તેઓએ તેના સાસુને પુછેલ કે, શુ થયુ પુછતા જણાવેલ કે, શેરીમાં છોકરા બેટ બોલ રમતા હોય અને બોલ મને વાગેલ હોય જેથી તેને ઠપકો આપેલ હતો. બાદમાં છોકરાના ઉપરાણા લઇ બંને મહિલા બોલાચાલી કરે છે.
જેથી ફરિયાદીએ મહિલાઓને કહેલ કે, તમારા છોકરાવ બેટ બોલ રમતા હોય ત્યારે અવાર નવાર મારા સાસુને બોલ વાગે છે અને તે વયોવૃધ્ધ છે છતા પણ આજ સુધી તમને કાંઇ કહેલ નથી તો તમે તમારા છોકરાઓને સરખી રીતે કોઇ ને બોલ ન વાગે તે રીતે રમવાનું સમજાવોનું કહેતા બંને મહિલા ઉશકેરાય ગયેલ અને ગાળો આપી માર મારવા લાગેલ હતાં. દરમ્યાન કાજલબેનનો પુત્ર ઉમંગ આવેલ અને તે પણ ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને શરીરે અડપલા કરી મારી છેડતી કરવા લાગેલ હતો. જે અંગે તેણીએ તેના પતિને વાત કરી પોલીસને જાણ કરતાં ત્રણેય નાસી છૂટ્યા હતાં.
બાદમાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે સામાપક્ષે કાજલબેન કલ્પેશભાઇ જોગીયા (ઉ.વ.42), (રહે.ગાંધીગ્રામ શેરી નં.3) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે દિપક ચૌહાણ, રાજન ચૌહાણ અને નીતાબેન ચૌહાણનું નામ આપી જણાવ્યું કે, ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યે તેના દેરાણી ભક્તીબેનના સંતાન તથા શેરીમાં અન્ય બાળકો બેટ બોલ રમતા હતા ત્યારે દડો અમારી શેરીમાં રહેતા દિપક ચૌહાણ જે તેના ઘરની બહાર ખુરશી નાખી બેસેલ હોય તે ખુરશી નીચે જતા છોકરા દડો લેવા ગયેલ અને પરત આવ્યા બા દ છોકરાવે કહેલ કે, દિપક ચૌહાણે અમે દડો લેવા ગયેલ ત્યારે ગાળો આપેલ હતી.
તેવું કહેતાં તેઓ અન્ય મહિલા સાથે દિપકને સમજાવવા માટે ગયેલ તમે છોકરાવને કેમ ગાળો આપો છો તેમ કહેતા દિપક અને તેનો પુત્ર ઉશકેરાય ગયેલ અને ગાળો આપવા લાગેલ તેમજ તેની પત્ની નીતાબેન પણ ઘરમાંથી બહાર આવેલ જે પણ અમને ગાળો આપવા લાગેલ જેને ગાળો આપવાની ના પાડતા ત્રણેય લોકો માર મારવા લાગેલ અને દિપકે તેણીને શરીરે અડપલા કરી મારી છેડતી કરતા દેકારો મચી ગયો હતો.
બાદમાં તેઓને બચાવવા વચ્ચે પડેલ તેમના દેરાણીને પણ મારમાર્યો હતો. બાદમાં પોલીસની ગાડી આવી જતા આરોપી નાસી છૂટ્યા હતાં. તેમજ ફરિયાદીની પુત્રીને પણ મારમારીમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી.બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જે.જી.જાડેજાએ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.