ડભોડા શ્રી એમ એચ વિદ્યામંદિર શાળા પાણીમાં ઘરકાવ. પાણીનો કોઈ નિકાલ નહિ
ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલી શ્રી એમ એચ વિદ્યામંદિર હાઇસ્કુલ ભારે વરસાદને લઈને પાણીમાં ઘરકાવ થઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શાળામાં 1000 થી 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું શિક્ષણ આ પાણીના કારણે બગડી રહ્યું હોવાની વાલીઓમાં પણ બૂમો ઊઠી રહી છે . જિલ્લા શિક્ષણ તંત્રને શાળા દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને શાળાના પટાંગણમાં રિચાર્જ બોર બનાવી આપવા માટેની અનેક વાર ભલામણો અને રજૂઆતો કરાઈ છે. સબ પઢે સબ બઢે અને સર્વ શિક્ષા અભિયાનની ગુલબાંગો પોકારતું ગાંધીનગર જિલ્લાનું તંત્ર આ મામલે કોઈ યોગ્ય પગલા ભરતું નાં હોવાથી દર વર્ષે હાઈસ્કૂલમાં પાણી ભરાય છે . હાઇસ્કુલ તળાવ અને બેટમાં ફેરવાઈ જાય છે . કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ મંત્રી હિંમતસિંહ પરમારના જણાવ્યા મુજબ હાઈ સ્કૂલમાં ભરાયેલું પાણી ત્રણ દિવસ સુધી ઓસરતું ના હોવાથી બાળકોના શિક્ષણ ઉપર ખૂબ જ ગંભીર અસર થઈ રહી હોવાનું શાળા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.