મેઘરજ ખાતે વનસંરક્ષક દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૫ રેલીનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મેઘરજ ખાતે વનસંરક્ષક દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૫ રેલીનું આયોજન કરવામાં આવ્યું.


સરકારશ્રીના કરૂણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત મે. એસ.એમ.ડામોર , નાયબ વન સંરક્ષકશ્રી , અરવલ્લી વન વિભાગ અને મે.એસ.ડી.૫ટેલ , નાયબ વન સંરક્ષકશ્રી , સામાજીક વનીકરણ વિભાગ , સા.કાં-હિંમતનગર ના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ-૧૧-૦૧-૨૦૨૫ ના દિવસે વિસ્તરણ અને ક્ષેત્રિય રેંજ મેઘરજ ના સ્ટાફ ઘ્વારા રેલી કાઢવામાં આવી. તે અંતર્ગત કરૂણા અભિયાન અને ૫ક્ષી ને સારવાર તેમજ બચાવ પ્રવુતિ ના બેનરો સાથે રેંજ કચેરી થી મેઘરજ ગામામાં રેલી કાઢી.સદર રેલી નું આયોજન વિસ્તરણ રેંજ ના ફોરેસ્ટ ઓફિસર અઘિકારી શ્રી એમ.જે.દોમડા તથા નોર્મલ રેંજ ના ફોરેસ્ટ ઓફિસર અઘિકારી શ્રી જે.કે.ડામોર ના માર્ગદર્શન હેઠળ આયોજન કરી વિસ્તરણ અને ક્ષેત્રિય રેંજ ના કર્મચારીશ્રીઓ તેમજ રોજમદારો જોડાયા હતા અને મેઘરજ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીગ કરવામાં આવ્યું હતુ. જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તેમન ૫ક્ષીઓને દોરીથી કોઇ ઇજા ન થાય તેની સમજણ આપી હતી.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.