ભરૂચ તાલુકા પોલીસ દ્વારા ગણપતિ ઉત્સવ માટે શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ તાલુકા પોલીસ દ્વારા ગણપતિ ઉત્સવ માટે શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ભરૂચ તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગ્રામજનો હાજર રહ્યા હતા ભરૂચ તાલુકા રૂલર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ની ઉપસ્થિતિ માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ.
જેમાં પો. ઇન્સ્પેક્ટર સાહેબ જનકાર મેડમ તથા તાલુકા પોલીસ ના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતાં ગણેશ ઉત્સવ તહેવાર ને ધ્યાન માં લઇ પી.આઇ. સાહેબ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ના સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રામજનો ને અસામાજિક તત્ત્વો દ્વારા કોઈ અનિ્છનિય બનાવ ન બને તે માટે પણ સાવચેત કરવામાં આવ્યા હતા. ભરૂચ પશ્ચિમ વિસ્તારના ગામોમાં કોઈ ધર્મ ની લાગણી ના દુભાઈ તેવા સાઉન્ડ સિસ્ટમ માં ગીતો વગાડવામાં ન આવે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. ગણેશ વિસર્જનના આયોજન માં ગામના આયોજકો દ્વારા શ્રીજી ની પ્રતિમા નું વિસર્જન પોતાની જવાબદારી પૂર્વક અને પોલીસ કર્મચારીઓને મદદરૂપ થઈ કરવું.
૫ ફૂટ કરતા મોટી પ્રતિમા નું વિસર્જન ભાડભૂત ખાતે નર્મદા નદી માં કરવામાં આવશે જ્યારે ૫ ફૂટ કરતા નાની પ્રતિમા નું વિસર્જન દશાંન અને કુકરવાડા ગામ માં પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે. ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સરકાર શ્રી ના નીતિ નિયમોને ધ્યાનમાં રાખી શાંતિ પ્રિય માહોલ સાથે શ્રધ્ધા પૂર્વક શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે એવા માર્ગદર્શન સાથે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા શાંતિ સમિતિ મિટિંગ પૂર્ણ કરવામાં આવી.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.