· શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા “થનગનાટ-૨૦૨૨” વાર્ષિક રસોત્સવ યોજાશે. ગાંધીનગર ખાતે આહીર સમાજ દ્વારા રાસ-ગરબા મહોત્સવની તડામાર તૈયારીઓ.
અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા તારીખ ૧૫.૧૦.૨૦૨૨ને શનિવારના રોજ ગણેશા પાર્ટી પ્લોટ, ગાંધીનગર ખાતે રાત્રે ભવ્ય વાર્ષિક રાસ-ગરબા મહોત્સવ “થનગનાટ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહીર સમાજના ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પરિધાન સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મન મૂકીને ગરબા રમશે. આ માટે ગાંધીનગર ખાતે આહીર સમાજ દ્વારા રાસ-ગરબા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યક્રમને આયોજનને આખરી ઓપ અપાય ગયો છે.
આ મહોત્સવમાં ગાયક કલાકાર તરીકે બાબુ આહીર (કચ્છ), નિલેષ ગઢવી, તૃપ્તિ ગઢવી, જશુ આહીર વગેરે ગરબાના તાલે ખેલૈયાઓને રાસ રમાડશે. ત્યારે આ મહોત્સવમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા તમામ આહીર સમાજના ભાઈઓ બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા માટે અને આખરી ઓપ આપવા માટે શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજના પ્રમુખશ્રી ભીમશીભાઈ આહીર (ખોડભાયા)ના માર્ગદર્શન હેઠળ સમાજના ઉપપ્રમુખશ્રીઓ કરશનભાઈ ભોચીયા, પ્રતાપભાઈ ડેર, મંત્રીશ્રી ડો. રણજીતભાઈ પાડા, ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા, સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર, સહ-મંત્રીશ્રીઓ અશોકભાઈ પરડવા, લખુભાઈ જોગલ, ભાર્ગવભાઈ બલદાણીયા, અશોકભાઈ ચંદ્રવાડીયા, સંજયભાઈ છૈયા તેમજ તમામ કારોબારી સભ્યશ્રીઓ, પૂર્વપ્રમુખશ્રીઓ, દાતાશ્રીઓની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.