બાબરામાં વીસીઇ મંડળે ધારાસભ્યને આવેદન આપ્યું. - At This Time

બાબરામાં વીસીઇ મંડળે ધારાસભ્યને આવેદન આપ્યું.


બાબરામાં વીસીઇ મંડળે ધારાસભ્યને આવેદન આપ્યું.
હનુમાનજી મંદિરમાં રામધુન બોલી જુદી-જુદી માંગણીઓ મુદ્દે વિરોધ કરાયો બાબરામા આજે ગ્રામ પંચાયત કોમ્યુટર સાહસિકો દ્વારા સમાન કામ સમાન વેતન, કમિશન પોલીસી હટાવવા તેમજ ફિકસ વેતન ચુકવવા સહિતની માંગણીઓ સાથે ધારાસભ્યને આવેદન પાઠવ્યું હતુ. બાદમા મંદિરે રામધુન બોલાવી વિરોધ નોંધાવાયો હતો. બાબરામા વીસીઇ કર્મચારીઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરને પાઠવાયેલા આવેદનમા જણાવાયું હતુ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006મા ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટીની રચના કરી આ યોજના હેઠળ રાજયમા તમામ ગ્રામ પંચાયતમા ઇ-ગ્રામ કેન્દ્ર બનાવી 2007મા દરેક પંચાયતમા વીસીઇની નિમણુંક કરવામા આવી હતી. વીસીઇ કર્મચારીઓએ જણાવ્યું હતુ કે કમિશન બેઝ ઇ-ગ્રામ પોલીસી હટાવી ફિકસ રૂપિયા 19500 સરકારી પગાર ધોરણ લાગુ કરવામા આવે, સરકાર સાથે 16 વર્ષથી સળંગ કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેરકરીને વર્ગ-3મા સમાવેશ કરવામા આવે, નોકરીમા રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવામા આવે, આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામા આવે. કોરોના મહામારીમા મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામા આવે, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેકટીવીટી પુરી પાડવામા આવે, વીસીઇની કામગીરી બાબતે જોબચાર્ટ નક્કી કરવામા આવે વિગેરે માંગણી કરવામા આવી હતી. બાદમા કર્મચારીઓએ અહીના વધાવીયા હનુમાન મંદિરે એકઠા થઇ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon