હિંમતનગરના વાવડી ગામે હનુમાન મંદિરે 42 ગામના ક્ષત્રિય સમાજની મીટીંગ - At This Time

હિંમતનગરના વાવડી ગામે હનુમાન મંદિરે 42 ગામના ક્ષત્રિય સમાજની મીટીંગ


હિંમતનગરના વાવડી ગામે હનુમાન મંદિરે 42 ગામના ક્ષત્રિય સમાજની મીટીંગ યોજાઈ

આજ રોજ હિંમતનગર તાલુકાના વાવડી ગામે ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટીંગ યોજાઈ વાવડી ગામનું હનુમાન મંદિર એ ક્ષત્રિય સમાજના 42 ગામોને ગુરુ ગાદી ગણાવવામાં આવે છે. જે પરંપરાથી આજુબાજુના 42 ગામોના ક્ષત્રિયોના કોઈપણ પ્રસંગે જેવા કે સામાજિક, ધાર્મિક ,આર્થિક કે રાજકીય કોઈ પણ પ્રસંગે સૌપ્રથમવાર ગુરુગાદી ગણાતા હનુમાન મંદિર ના ગુરૂ ગાદી પર બિરજમાન સંત મહંત આમંત્રણ આપી આશીર્વાદ લઇ કાર્ય ની શરૂઆત કરતા હતા. આ પ્રથા લુપ્ત થવાના આરે હતી તેવામાં 42 ગામોના ક્ષત્રિય આગેવાનો એકઠા થઈ પરંપરાની જાળવી રાખવા હનુમાન મંદિરે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કોઈપણ પ્રસંગે સૌપ્રથમ સંત મહંત ના આશિષ વચન લઇ ,આશીર્વાદ લઇ શુભ કાર્યની શરૂઆત કરવી, સમાજના કુરિવાજો દૂર કરવા, સામાજિક ધાર્મિક અને આર્થિક કે રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજ આગળ આવે, વિકાસ થાય તે માટે વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી અને અંતે ક્ષત્રિય સમાજ એક સંગઠિત 42 ગામ નું એક સૂત્રતા જળવાઈ રહે તેવો સંકલ્પ કરવામાં આવ્યો આમ, 42 ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon