કષ્ટભંજનદેવ મંદિરના સંતોએ 2254 એલચીમાંથી બનેલો પ્રસાદીનો હાર પહેરાવી PMનું સ્વાગત કર્યું, મોદીએ સાળંગપુર આવવાની ઈચ્છા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસના બીજો દિવસ બોટાદ માં મોટી જનસભા સંબોધી હતી આ પહેલા કાર્યક્રમ ની શરૂઆત માં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી એ ૨૨૫૪ એલચીમાંથી તૈયાર કરાયેલો દાદાની પ્રસાદીનો હાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પહેરાવીને સ્ટેજ પર સ્વાગત કર્યું હતું મહત્વનું છે કે ગોકુલધામ નારના શુકદેવ સ્વામી એ PM નરેન્દ્ર મોદી ને હનુમાનજી ની મૂર્તિ આપી સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદી એ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી ના દર્શને આવવાની ઈરછા વ્યકત કરી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી એ ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરતા જણાવ્યું કે " વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હનુમાનજી ની પ્રસાદીનો ૨૨૫૪ એલચીમાંથી બનેલો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું આ દરમિયાન અમે સાળંગપુર દાદાના દર્શને આવવાનું કહેતા જ PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારે હનુમાનજી ના દર્શને ચોક્કસ આવવું જ છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.