કેશોદમાં વ્યાજ વટાવવામાં બેની અટકાયત
કેશોદમાં બે લાખ રૂપિયાનાં રોજના એક હજાર રૂપિયા વ્યાજ લેનાર બંન્નેને ઝડપી પાડતી કેશોદ પોલીસ
કેશોદમાં ત્રણ સંતાનોના પિતાએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી મોતને વહાલું કર્યું હતું ત્યારે વીસેક દિવસે કાર્યવાહી થઈ
કેશોદ પોલીસ સ્ટેશન નાં ડીવાયએસપી બી સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા પુરાવાઓ તપાસી ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ
હેઠળ ગુનો દાખલ કરી મૃતક કિશનભાઈ અશોકભાઈ ખાણદલ પાસેથી રૂપિયા બે લાખ નાં રોજ નાં રૂપિયા એક હજાર વ્યાજ પેટે મેળવવાની સાથે સાથે મરણ પામનાર કિશનભાઈ અશોકભાઈ ખાણદલ ને જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ એક લાખ જેટલા ઉચા વ્યાજની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી મરવા મજબુર કરતા તેના ત્રાસથી કંટાળી જઇ કીશન ઝેરી દવાના ટીકડા પી મરણ જતાં મૃતકના પિતા અશોકભાઇ બચુભાઇ ખાણદલ ઉ.વ.૫૨ રહે. રણુજાધામ સોસાયટી કેશોદની ફરિયાદ નોંધી આરોપીઓ ભાયાભાઇ ઉર્ફે જગાભાઇ માલદેભાઇ મારૂ રહે.પસવારી તા.કુતીયાણા અને
માલદેભાઇ કેશુભાઇ ઓડેદરા રહે.કેશોદ
કેશોદ પોલીસ દ્વારા ઝડપી પાડી કોવીડ -૧૯ નો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં રીપોર્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી સી ઠક્કર અને કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અમરાભાઈ હામાભાઈ જુજીયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા રણજીતભાઈ મેરામભાઈ ડાંગર સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા રુચીતભાઈ ડાંગર રોનકભાઈ પટેલ દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઈને ગણતરીના કલાકોમાં આરોપીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી લીધા હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.