વીજ યુનિટ 2 રૂ.ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે આપી આકરી પ્રતિક્રિયા - At This Time

વીજ યુનિટ 2 રૂ.ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે આપી આકરી પ્રતિક્રિયા


*વીજ યુનિટ 2 રૂ.ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર આકરી પ્રતિક્રિયા*

*રાજ્યમાં વીજ ગ્રાહકોને રાજ્ય સરકારનો વિજશોક યુનિટ દીઠ રૂ ૭ માંથી થી ૯ નો વધારો રૂ.૨.૪૭ નો વધારો ઝિકવામાં આવતા વીજ ગ્રાહકોમાં રોશની આંધી...
ભાજપ સરકાર દ્વારા સતત લોકોને મોંઘવારીનો માર મારી કમર તોડી રહી છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર આકરી પ્રતિક્રિયા.

રાજ્ય સરકારમાં હાલ મોંઘવારીના મુદ્દે જનતામાં રોષ ની આંધી જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વીજળીદરમાં ભાવ વધારો નાખી વીજ વપરાશકર્તાને જાણે વીજ શોક આપ્યો હોય તેવી લાગણી રાજ્યના લોકો અનુભવી રહ્યા છે સામાન્ય ૫૦ યુનિટ વપરાશકર્તાઓને પણ આ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે કારણે કે સરેરાશ યુનિટદીઠ રૂ ૨.૪૭ નો ભાવ વધારો નાખવામાં આવતા ૭.૨૯ માંથી થી ૯.૭૬ નો ભાવ વધારો વીજ ગ્રાહકો ને ચુકવવા આવ્યો છે
લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું જે રાજ્યની સરકાર મોંઘવારીના મુદ્દે રેકોડબ્રેક આગળ વધી રહી છે જેના કારણે રાજ્યની સામાન્ય જનતાને કારમો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી સહિત મુખ્યમંત્રી આખું પ્રધાનમંડળ ચૂંટણી પ્રચારમાં લાગ્યું છે અને બીજી તરફ રાજ્ય સરકાર મોંઘવારીમાં અંકુશ લાવવવાની વાત કરવાના બદલે સતત વધારો ઝીંકી રહી છે ત્યારે જનતા પણ હવે ભાજપના સાશનમાંથી મુક્ત બનવા થનગની રહી છે દેશ અને રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી,તેમજ ખેડૂતોના મુદ્દે તેમજ સારું અને સસ્તું શિક્ષણ ના મુદ્દે ભાજપ સરકાર વાત કરવાના બદલે અન્ય મુદ્દે રાજ્યની જનતા ને ભટકાવવા ના પ્રયાસો કરી રહી છે પણ ત્રણ દાયકાઓ ત્રસ્ત ગુજરાતની શાણી જનતા ભાજપને જાકારો આપી કોંગ્રેસની સરકાર બનાવવાનું મન બનાવી ચુકી છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ૫૫ લાખથી સહિત દોઢ કરોડના વીજ ગ્રાહકો પર આ વીજ દર નો વધારોનો બોજ લાગુ પડશે તેવું અંતમાં જણાવ્યું હતું

રીપોર્ટ નિલેષ ઢીલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon