શ્રી શિવમ્ વિદ્યાલય કમળાપુર માં સાયબર ક્રાઇમ અવેરનેસ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું... - At This Time

શ્રી શિવમ્ વિદ્યાલય કમળાપુર માં સાયબર ક્રાઇમ અવેરનેસ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું…


શ્રી શિવમ્ વિદ્યાલય કમળાપુર માં સાયબર ક્રાઇમ અવેરનેસ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું...
ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ તારીખ 6/7/2022 ને બુધવારના રોજ શ્રી શિવમ્ વિદ્યાલયમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી શિવમ્ વિદ્યાલય, શ્રી વજીબા માધ્યમીક શાળા કમળાપુર તેમજ ભાડલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે ભાડલા પોલીસ સ્ટેશન માંથી ASI લાલજીભાઈ મકવાણા, અશ્વિનભાઈ માલકિયા, સુનિલભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફમિત્રો તેમજ શાળાના સંચાલક વલ્લભભાઈ રામાણી જયેશભાઈ ઢોલરિયા, ચિરાગભાઈ રામાણી એ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં શિવમ્ વિદ્યાલય કમળાપુર તેમજ વજીબા માધ્યમિક શાળા કમળાપુરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વોલન્ટિયર તરીકે સુનિલભાઈ PPT દ્વારા વિદ્યાર્થી ને કઈ રીતે અત્યારના સમય માં સાયબર ક્રાઈમ થાય છે અને તેના થી બચવા શું ધ્યાનમાં રાખવું જોઈએ તેના થી વિદ્યાર્થીને માહિતગાર કર્યા હતા. શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.