શ્રી હાટી ક્ષત્રીય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત દ્વારા 26 મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો - At This Time

શ્રી હાટી ક્ષત્રીય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત દ્વારા 26 મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો


શ્રી હાટી ક્ષત્રીય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત દ્વારા 26 મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

સમૂહ લગ્નોત્સવમાં 61 નવદંપતીઓ એકજ માંડવે પ્રભુતામાં પગલા પાડ્યા

શહેરના મૂખ્યો બજારોમાં ડિઝના તાલે ફટાકડાની આતશબાજી સાથે ઘોડે સવારીઓ સાથે વરાજાઓનું સામૈયું નીકળ્યું હતું

માળીયા હાટીનામાં શ્રી હાટી ક્ષત્રીય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત દ્વારા 26 મો સમૂહ લગ્નોત્સવમાં આચાર્ય શાસ્ત્રી વિપુલભાઈ દવે ભાવેશભાઈ દવે શાસ્ત્રોક વિધિ દ્વારા નવયુગલો પ્રભુતામાં પગલા પાડવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ માં સંતો મહંતો તેમજ મહાનુભવો દ્વારા નવદંપતી ને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

આ સમૂહ લગ્નોત્સવ માં સંતો મહંતો તેમજ મહાનુભવો દ્વારા જળ ક્રાંતિ , ગૌ ક્રાંતિ, ગૌ આધારીત કૃષિ દિવ્યા ગ્રામ યોજના , પ્રકૃતિ રક્ષા, વ્યસન મુક્ત માટે સમાજના લોકોને જાગૃત કર્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં હાસ્ય કલાકાર રાજાભાઈ ગઢવી અને દેવરાજભાઈ ગઢવી દ્વારા પોતાની કલા દ્વારા આગલી શૈલીમાં રસપાન કરાવ્યું હતું

આ સમૂહ લગ્નોત્સવ માં ઉદાર દિલથી તન મન ધન થી દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતુ આ તકે દાતાશ્રીઓ નું સમૂહ લગ્નોત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો તેમજ જ્ઞાતિ સમસ્ત ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે રાખેલ હતી આ કાર્યક્રમને દિપાવવા મોટી સંખ્યામાં હાટી ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ 26મો સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા શ્રી હાટી ક્ષત્રીય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ સમાજના વિવિધ સમીતીના સભ્યોએ રાત દીવસ જોયા વગર ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon