કર્મચારીની પ્રમાણીકતા પૈસા ભરેલું પર્સ પરત આપ્યું - At This Time

કર્મચારીની પ્રમાણીકતા પૈસા ભરેલું પર્સ પરત આપ્યું


માત્ર છ હજાર પિયા મહીને પગાર હોય એવી વ્યકિતને રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળી જાય અને એ પર્સ માલીકને પરત આપવામાં આવે તો ખરેખર આ પ્રમાણીકતાની જેટલી નોંધ લઇએ એટલી ઓછી ગણાય, આવું જ એક ખુબ જ ઉમદા ઉદાહરણ આજકાલના કર્મચારી દ્વારા પુ પાડવામાં આવ્યું છે, ગરીબ પરિસ્થિતિના આ કર્મચારીએ એક યુવતિનું પૈસાથી છલોછલ ભરેલું ખોવાયેલું પર્સ પરત આપીને પ્રમાણીકતાનું એક સાચુ ઉમદા ઉદાહરણ પુ પાડયું છે, પોલીસ વિભાગ દ્વારા છાશવારે તેરા તુજકો અર્પણની ઝુંબેશ ચલાવવામાં આવે છે વાસ્તવીકતામાં ખરેખર તો આ બનાવ તેરા તુજકો અર્પણનો સાચો દાખલો પુરો પાડે છે.

લાલપુર બાયપાસ રોડ પુષ્કર ધામ ખાતે રહેતી વિશ્ર્વાબેન સખીયા નામની યુવતિ ગઇકાલ તા.21ના રોજ સાંજે ટાઉનહોલ વિસ્તારમાં એક શો-મમાં ખરીદી કરવા આવી હતી અને પરત જતી વખતે પોતાનું પૈસાથી ભરેલું પર્સ એક મોપેડ ઉપર રાખીને ભુલી ગઇ હતી, ઘરે પહોંચ્યા બાદ પર્સ ગુમ થયાનો એમને અહેસાસ થયો હતો.

બીજી તરફ એક અલગ જ કહાની રચાઇ રહી હતી, આ પર્સ આજકાલમાં છેલ્લા બે દાયકાથી ફરજ બજાવતા ગરીબ પરિસ્થિતિના રવિ એટલે કે રવિન્દ્ર રતેશ્ર્વરના હાથમાં આવ્યું હતું, આ યુવાન ટાઉનહોલ વિસ્તારમાં આજકાલ કાયર્લિયની ઓફીસ તરફ આવી રહ્યો હતો ત્યારે ચાની હોટલની પાસે એક શો-મની બહાર પર્સ તેને મળ્યું હતું, યુવાને શઆતમાં આમ તેમ જોયું હતું પરંતુ કોઇ નહીં દેખાતા તુરંત બીજો કાંઇ વિચાર કયર્િ વગર પૈસાથી ભરેલું પર્સ લઇને રવિ આજકાલ કાયર્લિયે આવ્યો હતો અને આવીને જાણ કરી હતી કે મને પૈસાથી ભરેલું લેડીઝ પર્સ મળ્યું છે.

પર્સની અંદર બીજી કોઇ આઇડેન્ટીટી હતી નહીં પરંતુ વિશ્ર્વાબેન સખીયાના ભાભીએ કુર્તીની કરેલી ખરીદીનું બીલ અને તેના મોબાઇલ નંબર તેમાં લખેલા હતાં, આ સિવાય પર્સમાં કોઇ બીજી કોઇ આઇડેન્ટી હતી નહીં, મળેલી ચીઠ્ઠીના આધારે આજકાલ દ્વારા નંબર પર સંપર્ક કરાયો હતો, પરંતુ ત્યારે વિશ્ર્વાબેનના ભાભી એ જાણતા ન હતાં કે એમના નણંદનું પર્સ ખોવાઇ ગયું છે, રાત્રે જયારે બધા ભેગા થયા ત્યારે ખબર પડી હતી કે, પર્સ ખોવાયું છે અને આ અંગેની વાતચીત આજકાલ પ્રેસમાંથી કોઇ દ્વારા કરવામાં આવી છે.

રાત્રે જ વિશ્ર્વાબેનના ભાઇ ભવદીપભાઇ દ્વારા આજકાલની સંબંધીત વ્યકિતને કોલ કરવામાં આવ્યો હતો અને પર્સ એમની બહેનનું હોવાની એમણે વાત કરી હતી, આજે શનિવારે સવારે 11 વાગ્‌યે તેઓ આજકાલ કાયર્લિયે આવ્યા હતાં અને જેને પર્સ મળ્યું હતું તે પ્રમાણીક યુવાન રવિ રતેશ્ર્વરના હાથે જ વિશ્ર્વાબેનને પર્સ પરત કરવામાં આવ્યું હતું.

રવિની આ ઇમાનદારી પર સખીયા પરીવારના સભ્યો પણ આફરીન થયા હતાં અને એમણે રોકડ ભરેલા પર્સમાંથી રવિ રતેશ્ર્વરને રાજીખુશીથી યોગ્ય વળતર પણ આપ્યું હતું. આ કિસ્સામાં બીજી મહત્વની વાત એ છે કે, આવાસ કોલોનીમાં રહેતા બ્રાહ્મણ પરીવારના આ અપરણીત યુવાન રવિ રતેશ્ર્વરનો પગાર માસીક ા.6000 છે, આમ છતાં પૈસાથી ભરેલું પર્સ રાખવાના બદલે પરત આપવાની જે દીલેરી તેના દ્વારા દેખાડવામાં આવી છે તેની સરાહના આજકાલ પરીવાર દ્વારા પણ કરવામાં આવી છે.


9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image