હિંમતનગર મોતીપુરામાં ડમ્પર અકસ્માત
હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે
હિંમતનગર મોતીપુરામાં ડમ્પર અકસ્માત:
બેકાબૂ ડમ્પરની ટક્કરે એક મહિલાનું મોત, બીજી મહિલા ઈજાગ્રસ્ત
હિંમતનગરના મોતીપુરાથી બાયપાસ તરફ જતા ત્રણ રસ્તા પર ડમ્પર ચાલકે બે રાહદારી મહિલાઓને ટક્કર મારી હતી.
અકસ્માતમાં એક મહિલા ડમ્પરની નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી મહિલાને પગમાં ઈજાઓ થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર સોયબ પ્રોફેસર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
