*ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમીતી કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી*
*ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમીતી કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી*
ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રમુખ ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં ગારીયાધાર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમીતી કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી
જેમાં સામાજિક ન્યાય સમીતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે અઢી વર્ષ સારી રીતે નેત્રુત્વ સંભાળેલ પ્રભાબેન પીઠાભાઇ કંટારીયાને ફરી અઢી વર્ષ માટે સામાજિક ન્યાય સમીતી કારોબારી ચેરમેનનો તાજ પહેરાવવામાં આવ્યો
ગત અઢી વર્ષ લોકહિતમા કુશળ અને સારી રીતે જવાબદારી નિભાવી બહોળો અનુભવ ધરાવતા સર્વ સમાજના પ્રશ્નો માટે અધિકારીઓને રજુઆત કરી નિરાકરણ લાવી લોકોમાં સારી નામનાં મેળવતાં આજરોજ ફરીવખત અઢી વર્ષ માટે સામાજિક ન્યાય સમીતીના કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી
આજે ફરી વખત ચેરમેનની વરણી કરાતાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ રમેશભાઈ ગોયાણી ઉપ પ્રમુખ રાકેશભાઈ કેવડીયા કારોબારી ચેરમેન કનુભાઈ સાંડસુર.તા.પં.સદસ્ય.રામજીભાઇ બોરીચા ભાજપના સદસ્યો તેમજ શહેર-તાલુકા ભાજપ સંગઠનનાં હોદેદારો.કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વરણી ની પ્રક્રિયા બાદ નવનિયુક્ત સામાજિક ન્યાય સમીતી કારોબારી સમિતિના ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા
રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.