૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આસોદર પ્રાથમિક શાળામાં કરવામાં આવી.
૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આસોદર પ્રાથમિક શાળામાં કરવામાં આવી.
દામનગર ના આસોદર ૨૧ મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, આ દિવસે વધારેમાં વધારે લોકો યોગ તરફ વળે ઋષિ કુળની પરંપરા મુજબ યોગને અપનાવે એ માટે અગાઉથી જ પ્રચાર પ્રસાર કરી ગામ લોકોને અવગત કરવામાં આવેલ હતા. પૂર્વ આયોજન અને નક્કી કરેલા સમય પ્રમાણે આસોદર પ્રાથમિક શાળા ખાતે ગામના અગ્રણી મગનભાઈ કાનાણી લાલજીભાઈ પરમાર આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો ગ્રામ પંચાયત પરિવાર અને આરોગ્ય પરિવાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સાથે જોડાયા હતા .સૌ પ્રથમ સ્વાગત સાથે બાયસેગ સ્ટુડીયોના માધ્યમથી લાઈવ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી ના માર્ગદર્શન હેઠળ નિહાળવામાં આવેલ. ત્યારબાદ યોગ માટેના વિવિધ આસનો પ્રાણાયામ વિગેરેનું નિદર્શનશિશુપાલજી દ્વારા કરાવવામાં આવેલ તે નિહાળી સૌ કોઈ આ કાર્ય સાથે જોડાયા હતા. શરીર અને મનના જોડાણ માટે યોગ મટાડે રોગ, યોગની અગત્યતા, શરીરની સ્વસ્થતા, મનની મક્કમતા માટે યોગ એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ વાતનો સ્વીકાર કરી સૌ કોઈ કાયમને માટે આ પ્રણાલી અપનાવવી રહી એ વાતને સ્વીકારતા થયા. અંતે બાલ્યકાલ હોય કે અબાલ વૃદ્ધ સૌ કોઈ માટે તંદુરસ્ત જીવન માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે યોગ. વેદ અને પુરાણોમાં પણ યોગનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. એ વાતે સૌ કોઈ મનથી સ્વીકારી જીવનને શ્રેષ્ઠતમ બની રહે એવું કાયમને માટે કરીએ તે સ્વીકારી પ્રતિજ્ઞા સાથે સૌ છૂટા પડ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.