જામનગર શહેર-તાલુકા અને ખંભાળીયા બાદ વિજ તંત્ર દ્વારા સતત બીજા દીવસે જામનગર શહેર અને દ્વારકા-ઓખા પંથકમાં વ્યાપક દરોડા - At This Time

જામનગર શહેર-તાલુકા અને ખંભાળીયા બાદ વિજ તંત્ર દ્વારા સતત બીજા દીવસે જામનગર શહેર અને દ્વારકા-ઓખા પંથકમાં વ્યાપક દરોડા


જામનગર શહેર-તાલુકા અને ખંભાળીયા બાદ વિજ તંત્ર દ્વારા સતત બીજા દીવસે જામનગર શહેર અને દ્વારકા-ઓખા પંથકમાં વ્યાપક દરોડા

માત્ર બે દિવસના સમયગાળા માં જ દિવાળી ના તહેવારો બાદ ૮૦ લાખ થી વધુની વીજચોરી ઝડપી લેવાઇ

૩૧ વિજ ચેકીંગ ટુકડી દ્વારા ૬૯ વિજ જોડાણમાંથી વધુ રૂપિયા ૮૦.૭૫ લાખની વીજ ચોરી પકડી લેવાઇ

જામનગર શહેર ખંભાળિયા તેમજ સલાયા પંથકમાંથી ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૩૬ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન ૮૬ વિજ જોડાણમાંથી રૂપિયા ૫૨.૦૫ લાખ વીજ ચોરી પકડી લેવાયા બાદ આજે શુક્રવારે જામનગર શહેર ના કેટલાક વિસ્તાર અને દ્વારકા-ઓખા પંથક માંથી વધુ ૩૮.૧૫ લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક ૮૦ લાખને પાર પહોંચ્યો છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર અમન સોસાયટી,મહાપ્રભુજીની બેઠક,માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું કુલ ૩૧ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૩ નિવૃત આર્મી મેન અને ૧૩ લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૦૪ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૯ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૩૮.૭૦ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન ૮૦ લાખ થી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.