રેસકોર્સ રિંગ રોડ પર એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ઝંપલાવી વેઈટરે જિંદગી ટૂંકાવી, બે દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો - At This Time

રેસકોર્સ રિંગ રોડ પર એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ઝંપલાવી વેઈટરે જિંદગી ટૂંકાવી, બે દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો


રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા લલિત ધનબહાદુર સોની (ઉં.વ.32)એ આજે બપોરના સમયે રેસકોર્સ રિંગરોડના પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. એપાર્ટમેન્ટની નીચે પાર્કિંગ સ્થળે અવાજ આવતા જ લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ જોયું તો લલિતનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ કોઈએ પોલીસમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon