જસદણનું ગોંડલધાર ગામ ટીબી મુકત: સરપંચ અશોકભાઇ ચાંવનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે એવોર્ડ એનાયત
જસદણ તાલુકાના ગોંડલધાર ગામ ક્ષયમુકત થતા સરપંચ અશોકભાઈ ચાંવનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જસદણ એક સમયે અસાધ્ય રોગ ગણાતા અને રાજરોગ તરીકે ઓળખાતા ક્ષય રોગ આજે નવીન સંશોધનો અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને દવાઓના પરિણામો મટાડી શકાય તેપ્રકારનું રોગ રહ્યો છે. ટીબી મુક્ત પંચાયતને સન્માનિત કરવાના કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ક્ષય કેન્દ્ર દ્વારા તારીખ ૨૪ માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે અંતર્ગત જિલ્લાનું જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ સંપૂર્ણ ટીબી મુક્ત થતાં સરપંચ અશોકભાઈ સિલ્વર મેડલ એવોર્ડ રાજ્યના પાણી પુરવઠા અને જળસંચય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
