ઉપલેટા યાર્ડના નવ નિયુક્ત ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે પત્રકારો માટે સ્વરૂચે ભોજન કાર્યક્રમ યોજાયો - At This Time

ઉપલેટા યાર્ડના નવ નિયુક્ત ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે પત્રકારો માટે સ્વરૂચે ભોજન કાર્યક્રમ યોજાયો


જાણીતા લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી સહિતના મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪, ઉપલેટા માર્કેટિંગ યરમાં તાજેતરમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ ચુંટણીમાં ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમર ચેરમેન તરીકે ચુંટાયા બાદ તેમના ફાર્મ હાઉસ ખાતે પત્રકારો માટે સ્વરૂચે ભોજન કાર્યક્રમ યોજાયો હતો.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટર હરિભાઈ ઠુંમર (ભોલે) દ્વારા ઈસરા રોડ ઉપર આવેલ તેમના ફાર્મ હાઉસ ખાતે પત્રકારો માટે સ્વરૂચે ભોજન કાર્યક્રમનું ખાસ આયોજન કરેલ હતું તેમા ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ઉપપ્રમુખ જગદીશભાઈ રાઠોડ, મંત્રી ભરતભાઈ રાણપરીયા, કિરીટભાઈ રાણપરીયા, ભોલુ રાઠોડ, અરશીભાઈ ખોડભાયા, કાનભાઈ સુવા, આશિષભાઈ લાલકીયા, સરફરાઝ કોડી, આમિર પઠાણ સહિતના મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત હરિભાઈના ખાસ મિત્રો અને જાણીતા લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, દિલીપસિંહ વાળા, જશુભા વાળા, અશોક ચંદ્રવાડીયા સહિતના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સ્વરૂચી ભોજન લીધું હતું.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.