સમગ્ર ગુજરાતની પ્રજાના હિતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

સમગ્ર ગુજરાતની પ્રજાના હિતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારવા ટિમ ગબ્બર ની રજુવાત


સમગ્ર ગુજરાતની પ્રજાના હિતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારવા ટિમ ગબ્બર ની રજુવાત

અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીને ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી રજુઆત મળેલ છે કે,સરકારશ્રી દ્વારા ગુજરાતના તમામ આધારકાર્ડ ધરાવતા લોકોને આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવાની કાર્યવાહી ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા કરાવી લેવાની અને ૩૧ માર્ચ પછી રૂપિયા દસ હજારનો દંડ વસુલવામાં આવનાર હોવાની સૂચના અપાયેલ છે જેના કારણે ગુજરાતની પ્રજાને ઘણી મોટી અગવડતા અને હેરાનગતિ ઉભી થયેલ છે ગુજરાતમાં આધારકાર્ડ બનાવનાર એજન્સી દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોના આધારકાર્ડ બનાવવામાં આવેલ છે પરંતુ તેમાં ગુજરાતી નામ બરાબર લખવામાં આવેલ હોય અને અંગ્રેજી નામમાં સ્પેલિંગની ભૂલ થયેલ હોય તેના કારણે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક થઈ શકતું નથી અને લિંક કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તો પણ નવું આધરકાર્ડ કે પાનકાર્ડ ૩૧ માર્ચ પહેલા આવી શકે નહીં અને જો લીંક કરાવવા માટે આધારકાર્ડમાં સુધારો કરાવવા સામાન્ય વ્યક્તિ જાય તો ત્યાં નેટ કનેક્શન નથી હોતું અને લાંબી લાઈનો હોય છે ત્યારે વૃધ્ધ ઉંમરના લોકો આવી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહી શકતા નથી તેવી જ રીતે જો આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહિ હોય તો બેન્કોની લેવડદેવડ બંધ થઈ જશે તેવો મેસેજ પ્રજામાં ચાલતો હોય તેના કારણે મોટી ઉંમરના લોકોએ બેંકમાં મુકેલ મરણમૂડીની રકમ ઉપાડી લેવા પણ બેંકોમાં લાઈનો લાગતી હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વૃધ્ધ સહાય,વિધવા સહાય મેળવતા લોકોની અગવડતા ધ્યાને લઇ આ સંવેદનશીલ સરકારને ગુજરાતની પ્રજાના હિતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારવા અને સ્પેલિંગની ભૂલ હોય તો પણ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા જરૂરી આદેશો કરવા અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon