સુઈગામ ખાતે ૧કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી કુમાર છાત્રાલયનું પૂ.સચ્ચિદાનંદજી બાપુના હસ્તે ઉદ્દઘાટન કરાયું. - At This Time

સુઈગામ ખાતે ૧કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી કુમાર છાત્રાલયનું પૂ.સચ્ચિદાનંદજી બાપુના હસ્તે ઉદ્દઘાટન કરાયું.


સુઇગામ ખાતે આવેલ શ્રી મહર્ષિ કણાદ ગુરુકુલ વિદ્યાલય સંચાલિત સ્વામી સચ્ચિદાનંદજી છાત્રાલય સંકુલમાં 1 કરોડના ખર્ચે દાતાઓના સહકારથી નવીન બનાવવામાં આવેલ કુમાર છાત્રાલય નું પૂ.સ્વામી સંતશ્રી સચ્ચિદાનંદજી બાપુ (પદ્મભૂષણ)ના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું,
આ પ્રસંગે પૂ.બાપુએ વર્ષો પહેલાં જ્યારે સરહદી સુઇગામ વિસ્તારમાં આવેલા ત્યારે શું પરિસ્થિતિ હતી,તેની વિગતો આપતા તેમના પ્રવચનમાં ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ બાપૂને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં શિક્ષણની કોઈ સુવિધા ન હતી,ત્યારે સુઇગામ વિસ્તારમાં શિક્ષણનું ધામ હાઈસ્કૂલ બનાવવા માટે અહીંના સ્થાનિક લોકોનો સંપર્ક કરતાં તે સમયે દાતાઓના સહકારથી માત્ર 350 રૂપિયાનો ફાળો મળ્યો હતો, લોકો પાસે પૈસા ન હતા,તે સમયે તેમણે પૈસા ના હોય તો 1 હજાર મણ બાજરી ઉઘરાવવાની વાત કરતાં એક જ દાતાએ 100 મણ બાજરી આપી હતી, અને એ રીતે દાતાઓ ના સહકારથી મહર્ષિ કણાદ ગુરુકુલ હાઈસ્કૂલ શરૂ થયેલ,આજે એ શાળામાં અભ્યાસ ની સાથે રહેવા જમવાની સગવડ સાથે અદ્યતન શ્રી સચ્ચિદાનંદજી કુમાર છાત્રાલયનું નવીન બિલ્ડીંગ બન્યું છે,એમાં ભણી ને આગળ આવતાં વિદ્યાર્થીઓ સંસ્કારી બને તેવી કામના વ્યક્ત કરી હતી,કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને પ્રવચન આપતા પૂ.બાપુએ જણાવ્યું હતું કે એવું કહેવાય છે કે મર્યા પછી જીવાત્માને વૈતરણી નદી પાર કરવી પડે છે,અને એ તરવા માટે ગાયનું પૂંછડું પકડીને નદી પાર કરી શકાય છે,ગાય એ શ્રદ્ધા નું પ્રતીક છે,તમે શ્રદ્ધાનું શરણું લેશો તો ગમે તેવી મુશ્કેલીઓ રૂપી વૈતરણી નદીઓ પાર કરી શકાય છે,કોઈ પણ ક્ષેત્રમાં નાની મોટી વૈતરણી એટલે કે મુશ્કેલીઓ આવે છે,આ દુનિયા જ્યારથી છે,ત્યારથી જગતમાં દાતા ઓ છે,લોભીઆઓ પણ છે,સજ્જનો પણ છે અને દુર્જનો પણ છે,સજ્જનો અને દાતાઓના સહકારથી આ શિક્ષણનું ધામ બન્યું છે,અત્રે ઉલ્લેખનીય છે, આ હોસ્ટેલ નિર્માણમાં પૂ.બાપુએ 30 લાખનો ફાળો આપેલો છે,અને તેમના નામની જ પૂ.સચ્ચિદાનંદજી કુમાર છાત્રાલયનું ઉદ્ઘાટન પણ પોતે જ કર્યું છે,એ માનવીય સંગમ છે,આ પ્રસંગે પૂ.નિજાનંદજી બાપુ, ગોતરકા,નડાબેટ ટેમ્પલ ટ્રસ્ટના હરજીભાઈ રાજપૂત,અગ્રણીઓ ડી.ડી.રાજપૂત,પથુસિંહ રાજપૂત, કે.પી.ગઢવી, પૂર્વ શિક્ષણ સચિવ બીપીનભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ અને પૂ.બાપુના શ્રધ્યેય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
-----
તસ્વીર-અહેવાલ/:ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ
૯૯૨૫૯૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.