આરોગ્ય અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલા છે અને આપણે આપણા બાળકોના જ્ઞાનાત્મક વિકાસ માટે તંદુરસ્ત વ્યવહાર અને સ્વચ્છતા અપનાવવી જોઈએ:
આરોગ્ય અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલા છે અને આપણે આપણા બાળકોના જ્ઞાનાત્મક વિકાસ માટે તંદુરસ્ત વ્યવહાર અને સ્વચ્છતા અપનાવવી જોઈએ:
ભવિષ્યના નાગરિકોના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે સરકાર અને પ્રોજેક્ટ સાહસ હાંસોટ તાલુકામાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
હાંસોટ, 29 સપ્ટેમ્બર 2022:પાંચમા રાષ્ટ્રીય પોષણ માહ 2022 નિમિત્તે ગુરુવારે કાકા-બા હોસ્પિટલમાં પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજિસ ઇન્સ્ટિટ્યૂટ (GHSi) અને કાકા-બા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ આરોગ્યને મજબૂત કરવા અને હાંસોટમાં પોષણ નું સ્થર સુધરે તે માટે સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.
પોષણ મેળાનું ઉદ્ઘાટન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) ના જીલ્લા પ્રોગ્રામ ઓફિસર, શ્રીકોમલ ઠાકોર અને તાલુકા વિકાસ અધિકારી ડો. અલ્પના નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે બાલ વિકાસ અધિકારી શ્રી રિંકલ દેસાઇ અને ટ્રસ્ટી ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ ચેરીટેબલ ટ્રસ્ટના ડો. ભરત ચાંપાનેરીયા તેમજ GHSi ના સિનિયર ડાઇરેક્ટર અનુજ ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આશરે 400 થી વધુ વ્યક્તિઓએ હાજરી આપી હતી,અને મેળા નો લાભ લીધો હતો.
પ્રોજેક્ટ SAAHAS - આરોગ્ય સેવાઓની જાગૃતિને મજબૂત બનાવવી - આરોગ્ય, શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ સેવાઓના વિભાગો સાથે, મુખ્ય આરોગ્ય યોજનાઓને ફરીથી સક્રિય કરવા, તમામ બાળકો અને કિશોરોને આરોગ્ય અને પોષણ સેવાઓની તક મળે તેની ખાતરી કરવા માટે કામ કરી રહ્યું છે.
ડૉ. ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે, "કોઈ પણ ક્ષેત્રમાં ફેરફારો કરવા માટે સહયોગ, સંકલન, સંચાર અને સર્જનાત્મકતા મહત્વપૂર્ણ આધારસ્તંભ છે."
કોમલ ઠાકોર, પ્રોગ્રામ ઓફિસર ના વક્તવ્ય કરતાં કહ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલા છે અને આપણે આપણા બાળકોના જ્ઞાનાત્મક વિકાસ માટે તંદુરસ્ત વ્યવહાર અને સ્વચ્છતા અપનાવવી જોઈએ તેમજ વાત ને આગળ જણાવ્યું હતું કે તમામ માતાઓને બાળકોને જંક ફૂડ જેમ કે ચિપ્સ, ઠંડા પીણા અને પિઝા ખવડાવવાનું ટાળવા અપીલ કરી હતી. "તેના બદલે, તેઓએ તેમના બાળકોને તેમના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે તંદુરસ્ત ખોરાક અને ફળો ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમજ બાળકો ના ભવિષ્ય ને ઉજવલ બનાવવા આંગણવાડી ખાતે બાળકો ને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહું છે, જેને યોગ્ય રીતે અમલ બાળકો ના વાલીઓ નિપુણતાથી કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
તાલુકા વિકાસ અધિકારીશ્રી ડૉ. અલ્પના નાયર એ જણાવ્યું હતું કે કોઈ પણ લક્ષ્યાંક ને પોહચવા માટે દરેક વ્યક્ત નો સાથ સહકાર આવસ્યક છે. તેમજ ભવિષ્યના નાગરિકોના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે સરકાર અને પ્રોજેક્ટ સાહસ સાથે મળીને કામ કરી રહ્યા છે.તેમજ આંગણવાડી ખાતે મળતા ટેક-હોમ રાશન માં પોષણયુકત તત્વો સમાવેશ છે, જે બાળકો ના પોષણ માં વધારો કરી શકે છે જેનો યોગ્ય ઉપયોગ વાલીઓ દ્વારા થાય તેવી આશા સાથે પૂર્ણતા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.