શિયાળામાં લાંબા સમય સુધી જમવાનું ગરમ રાખવું છે? તો આજથી જ અપનાવો સરળ ટિપ્સ - At This Time

શિયાળામાં લાંબા સમય સુધી જમવાનું ગરમ રાખવું છે? તો આજથી જ અપનાવો સરળ ટિપ્સ


એલ્યુમિનિયમ ફોઇલ

ખોરાકને ગરમ રાખવા માટે આપણે ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરીએ છીએ. જો તમે વાસણ પર તેને લગાવી દેશો તો ખોરાક ગરમ રહેશે, સાથે જ રોટલી અને પરાઠાને એક પેપર રેપમાં એકસાથે લપેટી લો. પછી તેને એલ્યુમિનિયમમાં લપેટીને સ્ટોર કરો. આમ કરવાથી સવારે બનેલી રોટલી બપોર સુધી ગરમ રહેશે.

રોટલી કે પરાઠા સૌથી ઝડપથી ઠંડા થઈ જાય છે. રોટી રાખવા માટે મોટા ભાગે લોકો સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં લાંબા સમય સુધી રોટલી ગરમ રહેતી નથી. આથી રોટલીને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને પેક કરતા પહેલા બોક્સ પર જાડું સુતરાઉ કાપડ અને ઉપર હીટિંગ પેડ મૂકો. આથી તે લાંબા સમય સુધી ગરમ રહે.

DIY થર્મલ બેગ

થર્મલ બેગની મદદથી પણ ખોરાકને ગરમ રાખી શકાય છે. તમે કાગળ, પ્લાસ્ટિક અને કાપડના અનેક લેયરનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેટેડ બેગ જાતે જ બનાવી શકો છો. જેમાં ઉપરના ક્રમ પ્રમાણે લેયર બનાવીને બેગ બનાવી શકાય છે. ત્યારબાદ ભોજનને ગરમ રાખવા માટે ભોજનના વાસણને તે બેગમાં મૂકી દો જેથી ભજન લાંબા સમય સુધી ગરમ રહે.

કાંસા કે પિત્તળના વાસણો

શિયાળા દરમિયાન તમે કાંસા કે પિત્તળના બનેલા વાસણોમાં પણ ખોરાક રાખી શકો છો. શિયાળામાં ખોરાકને ગરમ રાખવા માટે આ પરંપરાગત વાસણો શ્રેષ્ઠ વિકલ્પ છે.

https://www.gujaratsamachar.com/news/lifestyle-fashion/make-detox-water-with-fennel-cumin-and-ajwain-the-body-will-be-cleansed-of-impurities-in-a-week" target="_blank" rel="noopener">આ પણ વાંચો: વરિયાળી, જીરું અને અજમાથી બનાવો ડિટોક્સ વોટર: એક સપ્તાહમાં શરીરમાંથી સાફ થઈ જશે ગંદકી

થોડો થોડો ખોરાક પીરસો

જ્યારે દાળ કે ભાતને પ્લેટમાં સર્વ કરવામાં આવે છે, ત્યારે તે ઝડપથી ઠંડા થઈ જાય છે. એકસાથે વધુ પ્રમાણમાં ખોરાક પીરસી દેવાથી પણ તે ઝડપથી ઠંડો થઈ જાય છે. આથી એક સાથે વધુ ખોરાક પીરસી દેવા કરતાં થોડો થોડો ખોરાક પીરસો તેમજ પ્લેટમાં નાના બાઉલ રાખો અને જરૂર મુજબ રિફિલ કરતા રહો. આનાથી ટેબલ પર રાખેલો ખોરાક ગરમ રહેશે.

આ સરળ ટીપ્સને અનુસરીને, તમે તમારા ખોરાકને માઇક્રોવેવ વિના શિયાળામાં લાંબા સમય સુધી ગરમ રાખી શકો છો. આ સાથે તમારે વારંવાર ખોરાક ગરમ કરવાની જરૂર નહીં પડે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.