પિતાને જાણ નહીં ને ઘરે વાગશે લગ્નની શરણાઈ!:સોનાક્ષીના લગ્ન વિશે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું- ‘આજકાલનાં બાળકો કંઈ પૂછતાં નથી, તેને દુનિયાની બધી ખુશીઓ મળે’
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના પાર્ટનર અને બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. સોનાક્ષીનાં લગ્નના વેન્યૂથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી ઘણી બાબતો સામે આવી છે. જોકે આ અંગે સોનાક્ષી કે ઝહીરે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે આ દરમિયાન સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા ચોક્કસ સામે આવી છે. સોનાક્ષીનાં લગ્નના સવાલ પર શત્રુઘ્ન સિન્હાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 'મને આ અંગે હજુ કંઈ ખબર નથી. હું અત્યારે દિલ્હીમાં છું'. મને લગ્ન વિશે કશું કહ્યું નથી- શત્રુઘ્ન સિન્હા
ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેની પુત્રી સોનાક્ષીનાં લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'હું દિલ્હીમાં છું. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરી સાથે તેની યોજના વિશે વાત કરી નથી. તેણે મને હજુ સુધી કશું કહ્યું નથી. મીડિયામાં મેં જે વાંચ્યું છે એ જ હું જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે. અમે ઈચ્છીએ છીએ કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે.' આજકાલનાં બાળકો પૂછવું જરૂરી નથી સમજતાં- શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિંહાએ આગળ કહ્યું, 'અમને અમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ ખોટો નિર્ણય નહીં લે. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તેના લગ્ન થશે, હું તેના લગ્નના વરઘોડાની સામે નાચીશ. શુત્રઘ્ન સિન્હાએ આગળ કહ્યું,- 'લોકો મને લગ્ન વિશે પ્રશ્નો પૂછે અને કહે છે કે તમે આ વિશે કશું જાણતા નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહેવા માગીશ કે આજકાલનાં બાળકો તેમનાં માતા-પિતાને પૂછતાં નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.' સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં, પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્નના આમંત્રણને મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવશે
સૂત્રોનું માનીએ તો સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝિનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે - 'અફવાઓ સાચી છે...' લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈમાં થઈ શકે છે. આ રેસ્ટોરાંની માલિક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે. કપલ 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે
અત્યાર સુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી રિએક્શન આપવામાં નથી આવ્યું. સોનાક્ષી અને ઝહીર છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતાં જોવા મળે છે, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યાં નથી. બંને હંમેશાં મીડિયા સામે એકબીજાના માત્ર મિત્ર હોવાનું કહેતાં હતાં. 6 જૂન, 2022ના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને આઇ લવ યુ કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે 'આઇ લવ યુ' કહ્યું હતું. કોણ છે શત્રુધ્ન સિન્હાનો ભાવિ જમાઈ?
ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. ઝહીરે મુંબઈની સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં રણબીર કપૂર તેનો સિનિયર હતો. ઝહીરના પિતા ઈકબાલ રતનસી જ્વેલર અને બિઝનેસમેન છે અને સલમાન ખાનના સારા મિત્ર છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે ઝહીરને સલમાનનું પીઠબળ મળ્યું છે. ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. પિતા ઈકબાલ રતનસી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મિત્ર છે. સલમાને ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કર્યો
સલમાન ખાને ઝહીરને બહેનનાં લગ્નમાં પર્ફોર્મ કરતો જોયો હતો. એ સમયે એક્ટરે ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ઝહીરે 2014માં સોહેલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2019માં સલમાન ખાને ફિલ્મ 'નોટબુક'થી ઝહીરને લૉન્ચ કર્યો હતો. આ ફિલ્મ હોલિવૂડની 'ટીચર્સ ડાયરી'માંથી પ્રેરિત હતી. 15 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. સોનાક્ષી-ઝહીરની મુલાકાત કેવી રીતે થઈ?
સોનાક્ષી તથા ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાને કરાવી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.